સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By એએનઆઇ|
Last Modified: શનિવાર, 1 માર્ચ 2008 (18:12 IST)

અંડર-19 કપના ફાઇનલમાં ભારત-દ.આફ્રિકા

આઈસીસી અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત સામે દક્ષિણ આફ્રિકા..

આઈસીસી અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. બીજી સેમી ફાઈનલ મેચમાં દ.આફ્રિકાએ પાકિસ્તાનને 98 રને પરાજય આપ્યો હતો. જો કે આ મેચ વરસાદથી પ્રભાવિત હોવાથી ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે દક્ષિણ આફ્રિકાને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.

અંત્રે નોંધનિય છે કે, 2004 અને 2006માં અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિજેતા રહ્યુ હતું. પરંતુ ત્રીજી વખત ફાઈનલમાં પહોંચવાની તેની આશા ઉપર પાણી ફરી વળ્યુ હતું. આ અગાઉ ભારત ન્યુઝીલેન્ડને પરાજીત કરીને ફાઈનલમાં પહોચી ગયુ છે.

આ ફાઈનલ રવિવારના રોજ રમાશે. હવામાન ખાતા દ્વારા આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે આ ફાઈનલ મેચમાં કદાચ વરસાદ વિધ્ન ઉભુ કરે તેવી સંભાવના છે.