તમામ ખેલાડીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન : તેંદુલકર

નવી દિલ્હી | ભાષા| Last Modified ગુરુવાર, 18 માર્ચ 2010 (15:26 IST)

સચિન તેંદુલકરે મુંબઈ ઈંડિયન્સની દિલ્હી ડેયરડેવિલ્સ પર એકતરફી જીતનો શ્રેય તમામ ખેલાડીઓને આપતા કહ્યું કે, તેમની ટીમે રમતના દરેક વિભાગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું જેનાથી તેમની જીત સરળ બની ગઈ.

તેંદુલકરે કાલે અહીં મુંબઈની 98 રનની ધમાકેદાર જીત બાદ કહ્યું, 'અમે તમામે અમારુ સર્વશ્રેષ્ઠ યોગદાન આપ્યું. હું વિશેષરૂપે સૌરભ તિવારી અને 'અંબાતી' રાયડુનો ઉલ્લેખ કરવા ઈચ્છીશ જેઓએ શ્રેષ્ઠ દાવ રમ્યાં. ત્યાર બાદ લેસિથ માલિંગા, સનથ જયસૂર્યા, જહીર ખાન, હરભજન, કીરેન પોલાર્ડે શાનદાર બોલીંગ કરી.
તેંદુલકરે પણ 63 રનનો આક્રમક દાવ રમ્યો. જેના માટે તેમને મેન ઑફ ધિ મેચ ચૂંટવામાં આવ્યાં. તેમણે કહ્યું કે, તેમની ટીમ પ્રતિભાશાળી ખેલાડીઓથી ભરેલી છે.
આ સ્ટાર બેટ્સમેને કહ્યું, ' મને ગર્વ છે કે, હું એક ખુબ જ પ્રતિભાશાળી ટીમની આગેવાની કરી રહ્યો છું. અમારા કેટલાયે ખેલાડીઓએ જેવા કે, દિલહારા ફર્નાડો, રિયાન મૈકલોરેન હજુ સુધી રમ્યાં નથી. એટલા માટે હું કહી શકું છું કે, અમારી ટીમ ખુબ જ સંતુલિત અને મજબૂત છે.


આ પણ વાંચો :