વક્તા બનશે ગાવસ્કર અને ગાંગુલી

દુબઈ. | વાર્તા| Last Modified મંગળવાર, 21 જુલાઈ 2009 (12:19 IST)

પૂર્વ ભારતીય કપ્તાન સુનીલ ગાવસ્કર, બિશનસિંહ બેદી અને સૌરવ ગાંગુલી ઉપરાંત બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ જગમોહન ડાલમીયા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના શતાબ્દી સમ્મેલનમાં અતિથિ વક્તા રહેશે.

ઑક્સફોર્ડ વિશ્વવિદ્યાલયના સેંત એંટની કોલેજમાં 22 જુલાઈ અને સેંટ જોંસ કોલેજમાં 23 જુલાઈના રોજ સમ્મેલન યોજાવાનું છે. આ સમ્મેલનમાં વેસ્ટઈંડીઝના પૂર્વ મહાન બેટ્સમેન ક્લાઈવ લાયડ, એંગસ ફ્રેજર અને બોબ વિલિયમ્સ પણ ભાગ લેશે.

આ સમ્મેલનનું ધ્યેય આઈસીસીના પૂર્વ અધ્યક્ષો તથા પૂર્વ તથા વર્તમાન ખેલાડિયો, ઇતિહાસકારો અને કોમેંટેટરોને એક મંચ પર લાવવાનો છે, જેનાથી ક્રિકેટની પાછલા સો વર્ષોના ઇતિહાસનો ઉત્સવ મનાવવામાં આવશે.


આ પણ વાંચો :