મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: મુંબઈ , ગુરુવાર, 22 જાન્યુઆરી 2009 (11:02 IST)

આઈપીએલમાં ઝહીર અને ઉથપ્પાની અદલા-બદલી

મુંબઈ ઈડિયંસ અને બેંગલૂર રોયલ ચેલેંજર મહીના સુધી ચાલનારી ઈંડિયન પ્રીમિયર લીગના ખેલાડીઓની અદલા બદલી પ્રક્રિયા દરમિયાન રોબિન ઉથપ્પા અને ઝહીર ખાનને એક બીજા સાથે બદલવાની શક્યતા પર ચર્ચા કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અત્યાર સુધી કોઈ પણ નિર્ણય થયો નથી પરંતુ વાતચીત ચાલી રહી છે. રોયલ ચેલેંજર રોબિનને લેવા માંગે છે કારણ કે તેઓ રણજી કર્ણાટક ટીમના કેપ્ટન છે.

સૂત્રોએ જણાવ્યુ કે આ પ્રસ્તાવિત અદલા બદલીનુ એક કારણ એ પણ છે કે વિજય માલ્યાની રોયલ ચેલેંજર રાહુલ દ્રવિડની જગ્યા ઉથપ્પાએ બેંગલોર ફ્રેચાઈજી ટીમના કેપ્ટન બનાવવા માંગે છે.

બેંગલોરની ફ્રેચાઈજીનું ગયા વર્ષે શરૂઆતના આઈપીએલ સત્રમાં પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યુ હતુ અને એ આઠ ટીમોમાં સાતમાં નંબરે રહ્યા હતા.

બીજી બાજુ મુંબઈ ઈડિયંસ ભારતના ઝડપી બોલર ઝહીરનો સમાવેશ કરવાનું સ્વાગત કરશે કારણ કે 2008માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમનુ પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યુ છે. ઝહીરે મુંબઈને 38મી વાર રણજી ટ્રોફી ખિતાબ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મુંબઈએ હૈદરાબાદમાં ફાઈનલમાં ઉત્તર પ્રદેશને હરાવીને ખિતાબ જીત્યો હતો.