મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By દેવાંગ મેવાડા|
Last Modified: રાંચી , ગુરુવાર, 24 એપ્રિલ 2008 (20:47 IST)

ધોની સામે યાચીકા દાખલ કરનાર દંડાયો

રાંચી. ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્રસિંહ ધોની સામે ઝારખંડ ઉચ્ચ ન્યાયાલયમાં યાચીકા દાયર કરનાર વ્યક્તિ સામે અદાલતે અધૂરી માહિતીના આધારે કેસ દાખલ કરવા બદલ એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મુખ્ય ન્યાયાધીશ એમ કે વિનયગમની અધ્યક્ષતા વાળી ખંડપીઠે ધોનીના સ્વીંગપુલ સામે યાચીકા દાખલ કરનાર વ્યક્તિને 15 દિવસ દરમિયાન ખાનગી સંસ્થા દીપશીખાને એક લાખ રૂપિયા આપવાનો આદેશ કર્યો છે.

આ સંસ્થા માનસિક રૂપથી વિકલાંગ લોકોની સારસંભાળ રાખે છે. ઉલ્લેખનીય છે કે, ધોનીના સ્વીમીંગપુલથી આસપાસના રહેણાંક વિસ્તારમાં પાણીની તંગી ઉપસ્થિત થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. જેથી અદાલતે ઝારખંડ સરકારને હારમુ હાઈસીંગ કોલોનીમાં 25થી 30 હેન્ડપંપ મુકવવાનો હુકમ કર્યો છે.