1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર

સચિને ફટકારી સદી

109 રન બનાવી સચિન આઉટ

સચિન તેડુંલકર
ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ અને નિર્ણાયક ટેસ્ટ મેચ રમતાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેડુંલકરે આજે શાનદાર સદી ફટકારી હતી. જોકે 109 રન બનાવી આઉટ થઇ ગયો હતો.

ભારતે ટોસ જીતી ઓસ્ટ્રેલિયા સામે પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. 1-0થી આગળ આ ટેસ્ટ શ્રેણીમાં ભારતીય બેસ્ટમેનો શરૂઆતથી જ આ મેચ જીતવા આક્રમક બન્યા હતા.

સહેવાગ તથા વીવીએસ લક્ષ્મણની ધુઆધાર અડધી સદી બાદ સચિને પણ પોતાનું કૌવત બતાવી ફરી એકવાર ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને સચિન બેટનો પરચો બતાવ્યો હતો. 188 બોલમાં 12 ચોગ્ગા સાથે સચિન 109 રન બનાવી જ્હોનસનના બોલમા એલ.બી.ડબલ્યું આઉટ થયો હતો.

અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ સચિને લારાનો સૌથી વધુ રનનો રેકોર્ડ પોતાને નામ નોંધાવ્યો છે.