1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર

હુ નિર્દોષ છુ - આસિફ

હુ નિર્દોષ છુ - આસિફ
આઈપીએલ દરમિયાન પ્રતિબંધિત દવા લેવા માટે દોષી સાબિત થયેલા પાકિસ્તાનના ઝડપી બોલર મોહમ્મદ આસિફે આ રિપોર્ટ પર આશ્ચર્ય વ્યક્ત કરતા પોતાને નિર્દોષ બતાવ્યો છે.

આસિફે કહ્યુ કે તેમને આઈપીએલ ટૂર્નામેંટ દરમિયાન કોઈ પણ રીતનો કોઈ પ્રતિબંધિત પદાર્થ કે દવા નહોતી લીધી. આસિફે કહ્યુ કે મને આ જાણીણે ઊંડો આધાત લાગ્યો છે કે મેં ડોપિંગમાં દોષી સાબિત થયો છુ. હું બધી રીતે નિર્દોષ છુ.

આ અંગે પોતાની જાતને નિર્દોષ બતાવતા આ 25 વર્ષના બોલરે કહ્યુ કે હું નથી જાણતો કે આ કેવી રીતે થઈ ગયુ, કારણ કે મેં દવા લેવામાં ઘણી સાવધાની રાખુ છુ અને મેં કદી પણ પ્રતિબંધિત દવાનો ઉપયોગ નથી કર્યો.

આસિફના મુજબ તેમને વિશ્વાસ છે કે આ બાબતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) મારુ સમર્થન કરશે અને મને નિર્દોષ સાબિત કરવામાં મારી મદદ કરશે. બોર્ડની સાથે વિચાર-વિમર્શ કર્યા પછી હું 'બી' સેંપલ ટેસ્ટ કરાવવા વિશે કોઈ નિર્ણય લઈશ.