શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શનિવાર, 17 સપ્ટેમ્બર 2022 (11:43 IST)

લગ્નના 8 વર્ષ બાદ મહિના સમક્ષ ખુલ્યું રહસ્ય, પતિએ પોલીસ સ્ટેશનમાં કપડાં ઉતારી કહ્યું કે, હું શારીરિક સંબંધ બાંધવા માટે સક્ષમ નથી!

crime news
ગુજરાતના વડોદરામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં લગ્નના 8 વર્ષ પછી જ્યારે એક મહિલાને તેના પતિના 'ભયાનક' સત્યની ખબર પડી તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. હકીકતમાં લગ્ન પહેલા તેનો પતિ પણ એક મહિલા હતો. તેણે લગ્ન કરવા માટે તેનું લિંગ બદલ્યું. પતિની સચ્ચાઇ જાણ્યા બાદ મહિલાએ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ કરી છે. આ સાથે એફઆઈઆરમાં પોતાના પરિવારના સભ્યોના નામ પણ નોંધવામાં આવ્યા છે.
 
બીજી તરફ ડો.વિરાજે પોલીસ સ્ટેશનમાં કપડાં ઉતારીને કહ્યું હતું કે, હું શરીર સંબંધ બાંધવા સક્ષમ નથી. દિલ્હીથી ઝડપી લવાયેલા મિસ વિજેતામાંથી ડૉ.વિરાજ બનેલાને કાલે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરાશે. શહેરની મહિલા સાથે લગ્ન કર્યા બાદ 6 વર્ષ સુધી શારીરિક સંબંધ નહિ બાંધી બહાનાં કરતા પતિ ડો.વિરાજ સામે ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી.
 
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, 40 વર્ષીય મહિલાએ બુધવારે ગોત્રી પોલીસમાં એફઆઈઆર નોંધાવી છે, જેમાં પતિ વિરાજ વર્ધન પર છેતરપિંડી અને અપ્રાકૃતિક સેક્સનો આરોપ લગાવ્યો છે. મહિલાએ પોલીસને જણાવ્યું કે, તે વિરાજને 9 વર્ષ પહેલા મેટ્રિમોનિયલ સાઈટ દ્વારા મળી હતી. જેની પહેલાં વિજેતા તરીકે ઓળખ કરવામાં આવી હતી. મહિલાએ જણાવ્યું કે તેના પહેલા પતિનું 2011માં રોડ અકસ્માતમાં મોત થયું હતું. તેઓ પોતાની પાછળ 14 વર્ષની પુત્રી છોડી ગયા છે.
 
હનિમૂન પર બનાવ્યા બહાના
પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાએ ફેબ્રુઆરી 2014માં પરિવારની હાજરીમાં વિરાજ સાથે લગ્ન કર્યા હતા. આ પછી તે હનીમૂન માટે કાશ્મીર પણ ગયો હતો. જો કે આ સમય દરમિયાન બંને વચ્ચે કોઈ શારીરિક સંબંધ નહોતો. વિરાજ હંમેશા બહાના કાઢતો રહેતો. પરંતુ જ્યારે મહિલાએ દબાણ કર્યું, ત્યારે તેણે દાવો કર્યો કે થોડા વર્ષો પહેલા રશિયામાં થયેલા અકસ્માતના કારણે તે શારીરિક સંબંધ બાંધી શકતો નથી. આરોપીએ કહ્યું કે એક સર્જરી બાદ બધુ પહેલાની જેમ ઠીક થઈ જશે.
 
મહિલાએ પોલીસને જણાવ્યું કે જાન્યુઆરી 2020માં વિરાજ તેને વજન ઘટાડવા માટે સર્જરી કરાવવાનું કહીને કોલકાતા ગયો હતો. આ પછી, તેના પતિએ પોતે કબૂલાત કરી હતી કે તેણે લિંગ બદલવા માટે સર્જરી કરાવી હતી. મહિલાનો આરોપ છે કે સર્જરી બાદ વિરાજ તેની સાથે અકુદરતી સેક્સ કરવા લાગ્યો હતો. આ સાથે તે મહિલાને ધમકી પણ આપતો હતો કે જો તે આ અંગે કોઈને વાત કરશે તો તેને ગંભીર પરિણામ ભોગવવા પડશે. આરોપી દિલ્હીનો રહેવાસી છે. પોલીસ તેને વડોદરા લાવી છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે ડો.વિરાજને પકડવા ગોત્રી પોલીસ ડીએલએફ કેપિટલ ગ્રીન મોતીનગર, દિલ્હી ગઈ હતી. જ્યાં વિરાજે ફ્લેટમાંથી બહાર ન આવી બૂમાબૂમ કરી હતી. પોલીસ સાથે ઝપાઝપી પણ કરી હતી. જોકે પોલીસ મામલો સંભાળી આરોપીને વડોદરા લઈ આવી હતી.