સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 22 મે 2022 (16:44 IST)

પોલીસ સ્ટેશનમાં મહિલાએ કરી આત્મહત્યા

suicide
રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં મહિલાએ કરી આત્મહત્યા- જ્યાં મુકેશ અને મૃતક મહિલા નયનાબેનને પ્રેમ સંબંધ હોવાની શંકાએ નયનાબેનને કાલે સાંજે 6-7 વાગ્યાના સમયે બોલાવી પૂછપરછ કરવામાં આવી હતી.  જ્યાં તેણે ગોળ ગોળ વાતો કરી હતી. મહિલાને ડર હતો કે રાત્રે ઘરે જશે તો પતિ મારશે.  નયનાબેન આજીડેમ પોલીસ મથકમાં જ રોકાઈ હતી અને આજે સવારે ન્હાવા જવાનું કહી આપઘાત કરી લીધો હતો.
 
મહિલા સવારના સમયે ન્હાવા ગઇ ત્યારે થોડા સમય સુધી બહાર ન આવતા સ્થાનિક પોલીસકર્મીને શંકા ગઇ હતી. જે બાદ સ્થાનિક સ્ટાફે બાથરૂમનો દરવાજો તોડી જોયું તો મહિલા એ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.