સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 માર્ચ 2022 (17:59 IST)

Rajkot News - ડોક્ટર પર દર્દીના સગાએ કર્યો હુમલો, CCTVમાં કેદ થઈ ઘટના

બુધવારની રાત્રે ઢેબર રોડ પર આવેલી ખાનગી મધુરમ હોસ્પિટલના દર્દીના સગાંએ ડોક્ટર પર હુમલો (Assault)કરતા પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. બુધવારે રાત્રીના 10 વાગ્યે વેલસીંગભાઇ લાડુ નામના 40 વર્ષીય પુરૂષને સાપ કરડી ગયો હોવાથી મધુરમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેની સારવાર ડો.મોહિત સગપરીયા દ્રારા કરવામાં આવી રહી હતી. સારવાર ચાલી રહી હતી તેવા સમયે દર્દીના સગાંને ડોક્ટર સાથે માથાકૂટ થઇ જેનો ખાર રાખીને દર્દીના સગાંએ ડોક્ટરને લાંફા ઝીંકા દીધા હતા અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
 
આ મામલે ડો.મોહિત સગપરીયા દ્રારા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી જેના આધારે પોલીસે દશરથસિંહ ભટ્ટી,મહિપતસિંહ ચૌહાણ અને પ્રભાતસિંહ ભટ્ટીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.