શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 20 એપ્રિલ 2022 (12:25 IST)

Gold price : સોનુ વધુ થયુ સસ્તુ, હવે 52 હજારના નિકટ પહોચ્યુ, ચેક કરો આજે કેટલો થયો ઘટાડો

gold rate
ગ્લોબલ માર્કેટમાં નરમીને કારણે બુધવારે સોના-ચાંદીની કિમંતોમાં ઘટાડો જોવા મળ્યો. સોનુ એકવ્વાર ફરી 53 હજારથી નીચે ઉતરીને 52 હજારના નિકટ આવી ગયુ છે. રોકાણકાર સોનામાંથી પૈસા કાઢીને અમેરિકી ટ્રેઝરીમાં લગાવી  રહ્યા છે જેનુ વ્યાજ દર હાલ વધ્યા છે. 
 
મલ્ટીકમોડિટી એક્સચેંજ (MCX)પર બુધવારે સવારે 24 કેરેટ શુદ્ધતાવાળા સોનાનો વાયદા ભાવ 0.69 ટકા ઘટીને  52,383 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે. સોનાની વાયદા કિમંત મે ના ભાવમાંથી લેવામાં આવી છે. આ જ રીતે ચા6દી પણ ઘટીને 69 હજારથી નીચે પહોંચી ગઈ. આજે ચાંદીના વાયદા ભાવ 0.82 ટકા તૂટી છે. ચાંદી સવારના વેપારમાં 68,203 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાય રહી હતી. 
 
ડૉલરના દબાણમાં ગબડ્યા ભાવ  
વૈશ્વિક બજારમાં યુએસ ડૉલર હાલમાં બે વર્ષની ઊંચી સપાટીએ છે, જેના કારણે સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓ પર દબાણ જોવા મળી રહ્યું છે. તેનું કારણ એ છે કે ડૉલરની મજબૂતાઈને કારણે અન્ય કરન્સીના રોકાણકારો માટે સોનું ખરીદવું મોંઘું થઈ રહ્યું છે. બીજી તરફ યુએસ ટ્રેઝરી બોન્ડની યીલ્ડ વધીને 2.9 ટકા થઈ છે, જેની અસર સોનાની માંગ પર પણ પડી રહી 
 
IMFની ભવિષ્યવાણીથી તૂટ્યો સોનાનો ભાવ 
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ મંગળવારે વૈશ્વિક અર્થવ્યવસ્થાનો વિકાસ દર સુસ્ત રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. IMFએ કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા 3.8 ટકાના બદલે 3.6 ટકાના દરે વૃદ્ધિ પામશે. આ પછી, બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો અને પીળી ધાતુની માંગ પણ વધી. IMFએ પણ ફુગાવામાં વધારાની આગાહી કરી હતી, જેના કારણે કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો થયો હતો, કારણ કે તેની માંગ સુસ્ત બની હતી.