સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 27 ઑગસ્ટ 2024 (12:45 IST)

નથી અટકી રહી ઘટનાઓ, બદલાપુર, કોલ્હાપુર પછી હવે રત્નાગિરીમાં ટ્રેની નર્સ સાથે રેપ, આરોપી રિક્ષા ચાલક ફરાર

બદલાપુર, કોલ્હાપુરમાં થયેલી ઘટનાથી લોકોનો રોષ હજુ શાંત થયો નથી કે રત્નાગિરીમાં પણ એક ટ્રેની નર્સ સાથે દુષ્કર્મનો મામલો સામે આવી રહ્યો છે. આ ઘટનાથી લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ આરોપી એક ઓટો ચાલક છે. તેણે નર્સને નશીલો પદાર્થ ભેળવેલુ પાણી પીવડાવ્યુ. જ્યારબાદ ઘટનાને અંજામ આપ્યો. પોલીસ આ મામલાની તપાસમાં લાગી ગઈ છે.  
 
આરોપીએ આ રીતે ફસાવી 
મળતી માહિતી મુજબ  યુવતીએ પોતાના ઘરે જવ માટે ઓટો લીધી હતી અને ઓટો ચાલકે એ યુવતીને પાણીમાં નશીલો પદાર્થ ભેળવીને પાણી આપ્યુ. જ્યારબાદ તે બેહોશ થઈ ગઈ.  ત્યારબાદ આરોપી ઓટો ડ્રાઈવર તેને એક સુમસામ જગ્યાએ લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ કર્યુ.  યુવતી હોશમાં આવ્યા પછી તેની સૂચના તેને પોતાના પરિવારને આપી. જ્યારબાદ પોલીસ સ્ટેશનમાં યુવતીને ફરિયાદના આધારે મામલો નોંધવામાં આવ્યો છે. 
 
લોકોએ કર્યુ પ્રદર્શન 
આ ઘટનાની માહિતી મળ્યા બાદ આસપાસના લોકોમાં ખૂબ ગુસ્સો જોવા મળ્યો અને ગઈકાલે રાત્રે કેટલાક લોકોએ રસ્તા રોકો આંદોલન કરતા આ ઘટનાને લઈને પોતાનુ વિરોધ પ્રદર્શન કર્યુ. હાલ પોલીસ સીસીટીવીના માધ્યમથી આરોપીની શોધ કરી રહી છે અને પીડિત યુવતીને સરકારી દવાખાનામાં દાખલ કરવામાં આવી છે.