શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : બુધવાર, 9 ફેબ્રુઆરી 2022 (09:53 IST)

સુરતના કામરેજની મહિલાને ગ્રીનકાર્ડ અપાવવાના બહાને અમદાવાદી દંપતીએ 20 લાખ પડાવ્યા

કામરેજની એક મહિલાને અમેરિકાનું બિઝનેસ ગ્રીન કાર્ડ આપવાના બહાને અમદાવાદના એક દંપતીએ છેતરપિંડી કરી 20 લાખ પડાવ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દંપતીએ ફોન બંધ કરી દેતા આખરે કામરેજ પોલીસે મહિલાની ફરિયાદ લઈ છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. જેમાં એક આરોપીની પોલીસે ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જિલ્લા પોલીસે જણાવ્યું હતું કે, કામરેજના નીલકંઠ સોસાયટીમાં ગીતાબેન રેશમિયા નામની મહિલા પુત્ર સાથે રહે છે. વર્ષ 2012માં ગીતાબેન અમદાવાદમાં જોબ કરતા હતા. દરમિયાન તેમને પારૂલ રાઠોડ નામની એક મહિલા સાથે સંપર્ક થયો હતો અને તેના પતિ દિપક શાહ બિઝનેસ ગ્રીન કાર્ડ કઢાવી આપવાની વાત કરી હતી. ગીતાબેને અમેરિકાના ગ્રીન કાર્ડ માટે 20 લાખ રૂપિયા આપી દીધા હતા. જોકે વર્ષો વીતી જવા છતાં ગ્રીન કાર્ડ નહીં મળતા આખરે મહિલાએ પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવવા મજબૂર બની છે.ગીતાબેને જણાવ્યું હતું કે, ઠગબાજ દંપતી પારૂલ અને દિપક શાહે 55 લાખ રૂપિયામાં ગ્રીન કાર્ડ કઢાવી આપવાનું નક્કી કર્યું હતું. તેમજ દિપક શાહે વિશ્વાસ અપાવવા પોતાનો 20 લાખ રૂપિયાનો ચેક પણ આપ્યો હતો. ગત બીજી ફેબ્રુઆરીએ આ ચેક બેન્કમાં નાખતા ચેક પણ બાઉન્સ થયો હતો.આર બી ભટોળ (ઈન્ચાર્જ PI કામરેજ)એ જ આવ્યું હતું કે, દિપક શાહે ગીતાબેનને ડિસેમ્બર માસમાં કામ કરી દેવાની ખાતરી પણ આપી હતી. જે તે સમયે દિપકે નાતાલ વેકેશનનું બહાનું બતાવી જાન્યુઆરી માસ પર વાત લઇ ગયો હતો. અને જાન્યુઆરી માસ પણ સમાપ્ત થતાં તેણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. જેથી ગીત બેન રેશમિયા છેતરાયાનું અનુભવ કરતા કામરેજ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ઠગ દંપતી પારૂલ રાઠોડ અને દિપક નરસિંહ શાહ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બાદ ઠગ દિપક નરસિંહને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે આગળની તપાસ કરી રહી છે.