ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: બુધવાર, 3 જાન્યુઆરી 2024 (13:04 IST)

Chhota Udepur Crime: સંખેડામાં વિદ્યાર્થિનીઓ ખાનગી વાહનમાં બેઠી અને નરાધમોએ છેડતી કરી, જીવ બચાવવા ચાલુ વાહને કૂદકો માર્યો

School girl molestation
Highlights 

-  સંખેડા તાલુકાની વિદ્યાર્થિનીઓ શાળાએથી ઘરે પરત જતી વખતે  પિકઅપ ગાડીમાં  છેડતી
-  છેડતી થતા ગભરાયેલી વિદ્યાર્થિનીઓ ચાલુ ગાડીએ કૂદી
- ગાડીના ચાલક અશ્વિન ભીલની ધરપકડ
 
School girl molestation
Chhota Udepur Crime: છોટાઉદેપુરના સંખેડા તાલુકાની વિદ્યાર્થિનીઓ શાળાએથી ઘરે પરત જતી વખતે સરકારી ટ્રાન્સપોર્ટની સુવિધા ન હોવાના કારણે ખાનગી પિકઅપ ગાડીમાં બેસી અને ઘરે જવા નીકળી હતી. ત્યાં રસ્તામાં પિકઅપ ગાડીમાં સવાર લોકોએ બાળકીઓની છેડતી શરૂ કરી હતી.

આ ઘટનાને પગલે બાળકીઓ ગભરાઈ જતાં પિકઅપ ગાડીમાંથી કૂદી જઈને પોતાનો જીવ બચાવ્યો હતો. જેના પગલે ચાલકે બેલેન્સ ગુમાવતા ગાડી પલટી મારી ગઈ હતી. સમગ્ર ગુજરાતને શર્મસાર કરી દે તેવી ઘટના છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાંથી સામે આવી છે. સંખેડા તાલુકાના એક ગામની વિદ્યાર્થિનીઓ પાંચેક કિલોમીટર દૂર આવેલી હાઈસ્કૂલમાં અભ્યાસ અર્થે દરરોજ જાય છે. ગઈકાલે સાંજે છ વિદ્યાર્થિનીઓ શાળાએથી છૂટી ચાલતા ઘરે જતી હતી. ત્યારે રસ્તામાં એક પિકઅપ ગાડી મળતા બાળકીઓ આ ગાડીમાં બેસી અને ઘરે જવા નીકળી હતી.

અગાઉથી જ આ ગાડીમાં પાંચ લોકો સવાર હતા. જેઓ નશામાં ચકચૂર હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.બાળકીઓ જેવી ગાડીમાં બેસીને થોડે દૂર પહોંચતાં જ પહેલાંથી અંદર સવાર પાંચ લોકોએ ચાલુ ગાડીએ બાળકીઓને છેડતી કરવાની શરૂઆત કરી હતી. જેને લઇને બાળકીઓ ગભરાઈ ગઈ હતી અને આજીજી કરી અને ગાડી ઊભી રાખવાની રજૂઆત કરી હતી. તેમ છતાં નરાધમોએ બાળકીઓના હાથ પકડી ખેંચવાની શરૂઆત કરતા બાળકીઓ ચાલુ ગાડીએ કૂદી ગઈ હતી. જેમાં બાળકીઓને ઈજા થતાં નસવાડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બે બાળકીઓને વધુ ઈજા પહોંચતા બોડેલી રિફર કરાવામાં આવી હતી.બાળકીઓ ચાલુ ગાડીમાંથી કૂદી જતા ગાડીમાં સવાર લોકો ગભરાઈ ગયા અને ગાડી ફૂલ સ્પીડે હંકારી ગયા હતા. જેને લઈને પિકઅપ ગાડી પણ પલટી મારી ગઈ હતી.

ઘટના બનતા છોટાઉદેપુર જિલ્લા પોલીસ એક્શનમાં આવી તાત્કાલિક નસવાડી હોસ્પિટલ ખાતે પહોંચી હતી. બાળકો પાસેથી વિગત મેળવી અને ફરિયાદ દાખલ કરી હતી. બાળકીઓની ફરિયાદના આધારે પિકઅપ ગાડીના ચાલક અશ્વિન ભીલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે ચાર આરોપીઓ ફરાર થઈ ગયા છે.