ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શુક્રવાર, 13 મે 2022 (15:40 IST)

સુરત જિલ્લાના માંગરોળમાં બે મિત્રની પત્નીઓની એકબીજાના પતિ સામે દુષ્કર્મની ફરિયાદ

rape case gujarat
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગામમાં 30 વર્ષના બે યુવાન મિત્ર વિરુદ્ધ એકબીજાની પત્નીઓએ દુષ્કર્મની ફરિયાદ નોંધીવી છે, જેમાં એકની પત્નીએ પતિના મિત્ર અને તેના સાગરીત વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં બીજા મિત્રની પત્નીએ પણ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. એકબીજાની પત્નીઓ સાથેના આડાસંબંધનો ભાંડો ફૂટી જતાં ફરિયાદ નોંધાવવામાં આવી હોવાની ચર્ચાને કારણે કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે.

માંગરોળના એક ગામમાં રહેતી રિટા(નામ બદલ્યું છે)ના પતિ મજૂરીકામ માટે બહાર ગયા હતા. ત્યારે પાડોશમાં રહેતો અને પતિનો મિત્ર હિરેને (નામ બદલ્યું છે) ઘરે જઈ એકલતાનો લાભ ઉઠાવી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ બાબતે કોઈને જાણ કરીશ તો બદનામ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી રિટાએ હિરેન અને તેના મિત્રની વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જાનવી(નામ બદલ્યું છે)એ પાડોશમાં રહેતા અને પતિના મિત્ર પ્રકાશ(નામ બદલ્યું છે) વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જાનવી ઘરે એકલી હતી ત્યારે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને બદનામ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.બંને પરિણીત મહિલાઓએ પોતાના પતિના મિત્ર વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાવતાં માંગરોળ પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. જોકે બંને પરિણીતા પર દુષ્કર્મનો મામલો હોવાના કારણે પોલીસે ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બંને મિત્રોના એકબીજાની પત્નીઓ સાથે આડાસંબંધ હોવાની જાણ અન્ય એક મિત્રને થઈ જતાં ભાંડો ફૂટી ગયો હોવાની ચર્ચા ચાલી રહી છે.