મંગળવાર, 15 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 10 મે 2022 (00:42 IST)

પિતાએ સંબંધોને લજવ્યા, માનસિક અસ્થિર સગીર દીકરી સાથે કર્યુ દુષ્કર્મ

rape
મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં આવેલા એક સિરામીક યુનીટમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી કે જે માનસિક અસ્થિર છે તેણીની માતા સહિતના પરિવારજનોને મારી નાંખવાની ધમકી આપીને અવાર-નવાર પિતા-પુત્ર એવા બે નરાધમો દ્વારા દૂષ્કર્મ આચર્યું હતું આ બાબતની જાણ થતા માતાએ તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આજના હળાહળ કળયુગમાં પિતા-પુત્રીના સંબંધને શર્મસાર કરતી આ ઘટનાની વિગત જોઈએ તો મોરબી તાલુકામાં આવેલી સીરામીક ફેક્ટરીના લેબર ક્વાટર્સમાં રહેતી એક પુત્રીની માતા એવી મહિલાએ બે મહિના પહેલા પોતાની સાથે જ કામ કરતા સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી કમલેશ કરશન વાઘેલા સાથે આંખો મળી જતા બંને પતિ-પત્નીની જેમ રહેતા હતા. સાથે કમલેશનો પુત્ર સુનિલ પણ પરિવારની જેમ રહેતો હતો.
 
દરમિયાન સાવકા બાપ એવા કમલેશ કરશન વાઘેલા અને તેના પુત્ર સુનિલ કમલેશ વાઘેલાએ મહિલાની સગીર વયની પુત્રી ઉપર નજર બગાડી વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું. તેમજ સગીરાની માતા અને પરિવારના અન્ય સભ્યને જાનથી મારી નાંખવાની ધમકી આપીને વારંવાર દુષ્કર્મ આચર્યુ હોવાની જાણ થતાં હાલમાં ભોગ બનેલી સગીરાની માતા દ્વારા મોરબી તાલુકા પોલીસ મથક ખાતે મોરબી નજીકના સિરામિક યુનિટમાં મજુરી કામ કરી ત્યાં લેબર કવાટરમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના કાબરણ ગામના રહેવાસી કમલેશ કરશન વાઘેલા અને સુનીલ કમલેશ વાઘેલા નામના પિતા-પુત્ર વિરુદ્ધ ફરીયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસે બળાત્કાર, પોકસો સહિતની કલમો હેઠળ પિતા-પુત્ર સામે ગુનો નોંધ્યો છે. જેની તપાસ હાલમાં તાલુકા પીઆઈ વી.એલ.પટેલ ચલાવી રહ્યા છે.