ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: ગુરુવાર, 5 ઑક્ટોબર 2023 (12:05 IST)

વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓ સાથે લુખ્ખાઓની મારામારી

Sayaji Hospital in Vadodara,
Sayaji Hospital in Vadodara,
વડોદરાની સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગ પાસે મારામારીનો થઈ હોવાનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો ગત મોડીરાત્રનો હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ મારામારી થતાં કેટલાક લોકો હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા, ત્યાર બાદ અન્ય શખસો હોસ્પિટલમાં આવીને સ્ટાફને ખબર પડે એ પહેલાં સારવાર માટે આવેલા દર્દીઓ સાથે હથિયારો વડે મારામારી ચાલુ કરી દીધી હતી. જોકે શા માટે મારામારીનો બનાવ બન્યો એ અંગે હોસ્પિટલ તંત્રને જાણ નથી, મામલો ઉગ્ર બનતાં હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરાઈ હતી, પરંતુ સમગ્ર બનાવને લઈને વાઇરલ વીડિયો જોતાં સયાજી હોસ્પિટલ તંત્ર સામે અનેક સવાલો ઊભા થાય છે.

આ અંગે સયાજી હોસ્પિટલના RMO ડી.કે. હેલૈયાએ જણાવ્યું હતું કે ગઈકાલે દર્દીઓ તાત્કાલિક સારવાર વિભાગમાં આવ્યા હતા, જેમાં કાસમઆલા કબ્રસ્તાનથી આવેલા હુસૈન કાલુમિયા સુન્ની અને જાવેદ શેખ આ લોકો સાથે કંઈક મારામારી થઈ હશે. આ મારામારી બાદ ઇજાઓ થતાં તેઓ સારવાર માટે અહીં આવ્યા હતા અને આ બનાવને લઇ કેટલાક શખસો ટોળામાં આવ્યા હતા. સ્ટાફને ખબર પડે તે પહેલાં ઉશ્કેરાટમાં અને ઉશ્કેરાટમાં મારામારી થઈ હતી, ત્યાર બાદ અમારો સ્ટાફ તાત્કાલિક પહોંચીને પોલીસને જાણ કરી હતી અને મામલો થાળે પાડ્યો હતો.આ મામલે રાવપુરા પોલીસ મથકના PI પી.જી.તિવારીએ જણાવ્યું હતું કે હાલમાં આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બનાવમાં હોસ્પિટલમાં પાઇપ વડે અને અન્ય હથિયારોથી હુમલો કરાયો હતો ઓ કબજે લેવામાં આવ્યાં છે. બબાલ કરી આરોપી ફરાર થઈ ગયા છે અને તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.