ગુરુવાર, 10 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 4 ઑક્ટોબર 2023 (18:15 IST)

સુરતમાં ગુરુ-શિષ્યનાં સબંધને શર્મસાર કરતો બનાવ, નરાધમ શિક્ષકે વિદ્યાર્થીનીને અડપલાં કર્યા

સુરતમાં ગુરૂ-શિષ્યનાં સબંધને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે.  જેમાં એક નરાધમ શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે અડપલા કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

સુરતનાં વરાછામાં રહેતા નરાધમ શિક્ષક મહેશ ગોંડલિયાએ વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હતા.મહેશ ગોંડલિયાએ વિદ્યાર્થીનીને રાત્રે મળવા બોલાવી હતી. ત્યારે મોડી રાત્રી સુધી તરૂણી ઘરે ન પહોંચતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી.બાદ તરૂણી મોડી રાત્રે ઘરે આવી જતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતું ઘરે પહોંચ્યા બાદ તરૂણીને પરિવારજનો દ્વારા રાત્રે મોડું થવા બાબતે પૂછપરછ કરતા તરૂણીએ સમગ્ર હકીકત પરિવારજનોને જણાવતા પરિવારજનોનાં પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. 

ત્યારે તરૂણીએ પરિવારજનો સામે લંપટ શિક્ષકનો ભાંડો ફોડ્યો હતો. જેમાં છેલ્લા દોઢ મહિનાથી લંપટ શિક્ષક મહેશ ગોંડલિયા તરૂણીને હેરાન કરતો હોવાનો ખુલાસો તરૂણીએ કર્યો હતો. જે બાદ સમગ્ર મામલો કાપોદ્રા પોલીસ મથકે પહોંચ્યો હતો. જે બાદ કાપોદ્રા પોલીસે લંપટ શિક્ષક મહેશ ગોંડલિયાની ધરપકડકરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.