સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 જાન્યુઆરી 2022 (12:48 IST)

વેપારીને છરી બતાવીને દોઢ કરોડના સોના-ચાંદીના દાગી ભરેલી બેગની લૂંટ, રેકી કરી લૂંટને અંજામ આપ્યો હોવાની આશંકા

સુરતના મહિધરપુરા વિસ્તારની કંસારા શેરીમાં લૂંટનો બનાવ બન્યો છે. મોપેડ પર સવાર ત્રણ લૂંટારુઓએ સોનાના વેપારીને રૂ.1.5 કરોડથી વધુની લૂંટ ચલાવી છે. સીસીટીવી ફૂટેજમાં છરી જેવા હથિયાર બતાવી બેગ પકડીને લૂંટારુઓ નાસી છૂટ્યા હતા. માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વધુ તપાસ હાથ ધરી છે. એસીપી, બી. એમ વસાવાએ જણાવ્યું હતું કે, લૂંટ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. જેથી પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
 
બાઇક પર સવાર ત્રણ યુવકોના મોઢા પર માસ્ક બાંધેલા હતા. પાછળ બેઠેલા વ્યક્તિએ તેનો ચહેરો ન દેખાય તે માટે લાંબો રૂમાલ પણ બાંધ્યો હતો. લૂંટારુઓએ છરી જેવા હથિયાર બતાવીને બેગની લૂંટ કરી હતી. બાદમાં વેપારીએ પોલીસને જાણ કરી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સીસીટીવી ફૂટેજ સહિત અન્ય પુરાવા સાથે તપાસ શરૂ કરી હતી. મહિધરપુરાની કંસારા શેરીમાં લૂંટને અંજામ આપનાર લૂંટારુઓ CCTVમાં કેદ, સફેદ મોપેડ પર આવ્યા હતા. મોપેડમાંથી ફરાર થઈને યુટર્ન કરતા બંને સીસીટીવીમાં કેદ થયા છે. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
 
એક કરોડથી વધુની લૂંટના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા હતા. ACP, BM વસાવાએ જણાવ્યું કે લૂંટનો કોલ આવ્યો હતો, તેની તપાસ ચાલુ છે. જે બન્યું તે અંગે મૌન સાધતાં વસાવાએ કહ્યું કે હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે. વેપારી કોણ હતો અને બેગમાં શું હતું તેની તપાસ કરવામાં આવી રહી છે.
 
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, એક સોની આશરે રૂ. 1.5 કરોડની કિંમતનું સોનું ડિલીવરી કરીને રોકડ લઈને ઓફિસ જવા નીકળ્યો હતો. કંસારા શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક સવારોએ તેમને રોક્યા હતા અને પૈસા ભરેલી થેલી લઈને નાસી ગયા હતા. બપોરના સમયે બનેલી આ ઘટનાની પોલીસને સાંજે 4 વાગ્યાની આસપાસ જાણ કરવામાં આવી હતી. 
 
માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. મહિધરપુરા પોલીસ હાલમાં કંસારા શેરીમાં સ્થળ તપાસ કરી લૂંટારુઓ સામે પુરાવા એકત્ર કરી રહી છે. બીજી તરફ ડીસીપી અધિકારીઓ ફરિયાદીની ફરિયાદને પોલીસ સ્ટેશન લઈ રહ્યા છે.
 
લૂંટના પ્રત્યક્ષદર્શી ગિરીશભાઈ પારેખે જણાવ્યું હતું કે, બાઇક પર આવેલા ત્રણ લોકો એકબીજા સાથે ઝઘડી રહ્યા હતા. તેણે વેપારીને છરી બતાવીને બેગ લૂંટી લીધી હતી. લૂંટ થયાની થોડી જ સેકન્ડોમાં લૂંટારુઓ નાસી છૂટ્યા હતા. લૂંટારુઓના હાથમાં છરીનું કવર પણ હતું.