શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: સોમવાર, 5 ડિસેમ્બર 2022 (11:54 IST)

મુંબઈમાં મહિલા સાથે ગેંગરેપ, ચાકુથી હુમલો કરીને પ્રાઈવેટ પાર્ટ પર આપ્યા સિગરેટના ડામ, વીડિયો વાયરલ કરવાની ધમકી

Maharashtra:  મહારાષ્ટ્રના મુંબઈમાંથી એક ક્રૂર અને  દિલ દહેલાવનારો મામલો સામે આવ્યો છે. મુંબઈમાં એક 42 વર્ષીય મહિલા પર તેના ઘરમાં ઘૂસીને ત્રણ હેવાનોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ ત્રણેય આરોપીઓએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. આરોપીઓએ મહિલા પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. એટલું જ નહીં તેમણે મહિલાના પ્રાઈવેટ પાર્ટ પર સિગારેટથી ડામ પણ આપ્યો. 
 
હેવાનિયતની હદો કરી  પાર
પોલીસ અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના બુધવારે વહેલી સવારે કુર્લામાં બની હતી. પોલીસે જણાવ્યું કે આરોપીએ એક પછી એક મહિલા પર બળાત્કાર ગુજાર્યો. તેમણે કહ્યું કે આરોપીઓએ મહિલાના પ્રાઈવેટ પાર્ટને સિગારેટથી ડામ આપ્યો હતો અને તેની છાતી અને બંને હાથ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો. પોલીસે કહ્યું કે, આરોપીઓ અહીંથી ન અટક્યા, તેમાંથી એક આરોપીએ ઘટનાનો વીડિયો બનાવ્યો અને પોલીસનો સંપર્ક કર્યો તો વીડિયોને વાયરલ કરવાની ધમકી પણ આપી.
 
'NGO સાથે સંપર્ક કર્યા બાદ નોંધાવી FIR'
 
કુર્લા પોલીસ અધિકારી કહ્યુ કે મહિલાએ પડોશીઓને પોતાના પર વીતેલી ઘટના વિશે માહિતી આપી. જ્યારબાદ એક NGO સાથે સંપર્ક કર્યો અને એક FIR નોંધાવી. તેમણે જણાવ્યું કે ત્રણેય પર ભારતીય દંડ સંહિતા(IPC) ની ધારા 376 (બળાત્કાર), 376ડી (સામુહિક બળાત્કાર), 377 (અપ્રાકૃતિક યૌનાચાર), 324 (સ્વેચ્છાથી ખતરનાક હથિયાર દ્વારા ઈજા પહોંચાડવી) અને અન્ય ધારાઓ હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે અને તેમને પકડવાની કોશિશ કરવામાં આવી રહી છે.