શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: સોમવાર, 14 નવેમ્બર 2022 (14:49 IST)

Shraddha Murder - હત્યા પછી પ્રેમિકાના 35 ટુકડા, 18 દિવસ સુધી રોજ રાત્રે 2 વાગે કાપેલા અંગોને મહરૌલીના જંગલોમાં ફેંકતો રહ્યો આફતાબ

shraddha wakar
દિલ્હી પોલિસ (Delhi Police) એ મહરૌલી પોલીસ મથકમાં લગભગ છ મહિના પહેલા થયેલી એક હત્યાના મામલાને ઉકેલવાનો દાવો કર્યો છે. તેમણે આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિનુ નામ આફતાબ છે. તેના પર શ્રદ્ધા નામની એક યુવતીની હત્યાનો આરોપ છે.  બંને લિવ ઈનમાં રહેતા હતા.  પોલીસનુ કહેવુ છે કે આફતાબે શ્રદ્ધાના લાશના લગભગ 35 ટુકડા કર્યા હતા. તેણે આ ટુકડાને ફ્રિઝમાં મુક્યા અને 18 દિવસ સુધી રોજ સવારે ઉઠીને તેને ઠેકાણે પાડવામાં લાગ્યો રહ્યો. 
 
પુત્રીની શોધમાં દિલ્હી આવ્યા પિતા 
 
આફતાબ અને શ્રદ્ધાની મૈત્રી મુંબઈમાં એક કૉલ સેંટરમા કામ કરવા દરમિયાન થઈ હતી. બંનેની આ મૈત્રી ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ. ત્યારબાદ પરિવારના વિરોધ કરવા પર બંને ભાગીને દિલ્હી આવી ગયા. શ્રદ્ધાના પરિવારવાળા સોશિયલ મીડિયા દ્વારા તેની માહિતી લેતા રહેતા હતા. પણ જ્યારે સોશિયલ મીડિયા અપડેટ થવુ બંધ થઈ ગયુ ત્યારે શ્રદ્ધાના પરિવારના લોકોને શક થયો. ત્યારબાદ યુવતીના પિતા દિલ્હી પહોંચ્યા. પુત્રીના ન મળતા દિલ્હી પોલીસને ફરિયાદ કરી. 
 
 શ્રદ્ધાના પિતાએ આરોપ લગાવ્યો કે તેમની પુત્રી મુંબઈના કોલ સેંટરમાં કામ કરતી હતી. ત્યા તેની મુલાકાત આફતાબ નામના યુવક સાથે થઈ. બંનેની મૈત્રી ખૂબ નિકટતામાં બદલાઈ ગઈ.  બંને એક બીજાને પસંદ કરવા લાગ્યા પણ પરિવારના લોકો આ વાતથી  ખુશ નહોતા. જેને કારણે તેમણે તેનો વિરોધ કર્યો.   આ વિરોધને કારણે તેમની પુત્રી અને આફતાબ મુંબઈ છોડીને દિલ્હી આવી ગયા અને અહી છતરપુર વિસ્તારમાં રહેવા લગ્યા. 
 
દિલ્હી પોલીસે કર્યો સનસનીખેજ ખુલાસો 
 
 દિલ્હી પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી આફતાબની શોધ શરૂ કરી. પોલીસે ગુપ્ત માહિતીના આધારે આફતાબની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન આફતાબે જણાવ્યું કે શ્રદ્ધા તેના પર લગ્ન કરવા માટે સતત દબાણ કરી રહી હતી. જેના કારણે તેમની વચ્ચે અવારનવાર ઝઘડા થવા લાગ્યા હતા. આ પછી તેણે મે મહિનામાં તેની નિર્દયતાથી હત્યા કરી હતી. આફતાબે શ્રદ્ધાના શરીરના ટુકડા કરી મહરૌલીના જંગલોમાં ફેંકી દીધા હતા.
 
 પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી આફતાબે શ્રદ્ધાના શરીરના લગભગ 35 ટુકડા કરી નાખ્યા હતા. તે ફ્રિજ લાવ્યો અને તેમાં મૃતદેહના ટુકડા મુક્યા.  આફતાબ લગભગ 18 દિવસ સુધી લાશના ટુકડા એક એક કરીને ફેકવામા લાગ્યો હતો.   તે ટુકડાઓ તે મહેરૌલીના જંગલોમાં ફેંકી દેતો હતો. આ માટે તે મોડી રાત્રે જ ઘરેથી નીકળતો હતો.