સોમવાર, 12 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 18 ડિસેમ્બર 2025 (16:54 IST)

ટુકડા-ટુકડા કરી અંદર જ મુકી છે લાશ...ગાજિયાબાદમાં મકાન માલિકની હત્યા કરનારા ભાડૂઆતની કબૂલાત

ghaziabad murder case
ghaziabad murder case
મે ચૂંદડીથી તેનુ ગળુ દબાવ્યુ અને પછી ટુકડે ટુકડા કરી નાખ્યા.. લાશ અંદર જ રૂમમાં સૂટકેસમાં પડેલી છે. ગાજિયાબાદમાં મકાન માલિકની હત્યાના મામલે ગુપ્તા દંપતિની ધરપકડ કરવામાં આવી છે. તેમનો એક વીડિયો સામે આવ્યો છે. જેમા બંને પોતાનો ગુન્હો કબૂલ કરતા જોવા મળી રહ્યા છે.  પતિનુ કહેવુ છે કે માલિકિને તેને ખૂબ પ્રતાડિત કર્યો. તેમનુ બહાર નીકળવુ પણ મુશ્કેલ થઈ રહ્યુ હતુ. સાંજે હુ ઘરે આવી તો મે ચુંદડીથી ગળુ દબાવીને મારી નાખી. ત્યારબાદ પતિને એ કહેતા સાંભળ્યુ કે મે જ તેને મારી છે. પછી પત્નીએ કહ્યુ કે નહી મારો પણ રોલ છે. હુ સાથે હતી. અમે બંને મળીને મારી.. લાશ અંદર જ મુકી છે. ઉલ્લેખનીય છે કે બંને પતિ પત્નીએ શેઠાણીના ટુકડે ટુકડા કરી બેગમાં લાશને ભરી અને બેડમાં છિપાવી દીધી.  
 
કાઈમેરા સોસાયટી ટાવર નંબર F, ફ્લેટ નંબર 506 
રાજનગર એક્સટેંશનની ઓરા કાઈમેરા સોસાયટીની ટાવર નબર F ના ફ્લેટ નંબર 506 માં ભાડુ લેવા આવેલી દીપ શિખા શર્મા નામની મહિલાનુ અજય અને આકૃતિ ગુપ્તા દંપતિ બુધવારે મર્ડર કરી નાખ્યુ. બંનેયે ગળુ દબાવીને હત્યા કરી અને પછી બોડીને એક શોપિગ ટ્રોલી બેગમાં મુકીને ઠેકાણે લગાવવા માટે નીકળવાના હતા પણ એ પહેલા જ પકડાય ગયા. આકૃતિ અને અજય ગુપ્તા નામના પતિ પત્ની લગભગ 8 મહિના પહેલા અહી ભાડે રહેવા માટે આવ્યા હતા.  શર્મા પરિવારનો એક વધુ ફ્લેટ આ જ સોસાયટીના M ટાવરમાં છે જ્યા દીપશિખા પોતાના પતિ અને બાળકો સાથે રહેતી હતી.  
 
6 મહિનાનુ ભાડુ હતુ બાકી 
અજય ગુપ્તા ભાડુઆત અને તેમની પત્નીએ તેમના પતિને કૉલ કર્યો કે ભાડુ લેવા આવી જાવ. લગભગ 6 મહિનાનુ લગભગ 90 હજાર રૂપિયા ભાડુ બાકી હતુ. આ વાતને લઈને વિવાદ પણ રહેતો હતો. દીપશિખાના પતિએ કહ્યુ કે તેઓ ફરીદાબાદ છે પત્નીને ભાડુ લેવા મોકલી રહ્યા છે. દીપશિખા પોતાના ઘરે કહીને આવી હતી કે તે ભાડુ લઈને આવી રહી છે.  પણ જ્યારે રાત સુધી તે પરત ન આવી તો પછી સીસીટીવી ફુટેજમાં જોવામાં આવી. ત્યારબાદ સોસાયટીના લોકો ગુપ્તા દંપતિના ઘરે પહોચે છે અને પછી બંને કબુલ કરે છે કે તેમણે દીપશિખાની હત્યા કરી નાખી છે. 
 
લાશને કાપીને સુટકેસમાં ભરેલી હતી.
ભાડૂઆતએ કહ્યું, "તેણીએ અમારા માટે ફરવાનું મુશ્કેલ બનાવ્યું હતું. અમે ખૂબ માનસિક દબાણ હેઠળ હતા. આજે સાંજે, ભારે તકલીફમાં, મેં તેને મારી નાખી. હું કબૂલ કરું છું કે મેં તેને મારી નાખી. હવે, કૃપા કરીને મારી પત્નીને હેરાન ન કરો. મેં તેનું સ્કાર્ફથી ગળું દબાવી દીધું. અમે અમારો ગુનો કબૂલ કરીએ છીએ, અને હવે અમે પોલીસ સમક્ષ કબૂલાત કરીશું. તેણીએ અમને ખૂબ ત્રાસ આપ્યો. મારા હાથ પણ કાપથી ઢંકાયેલા છે." જ્યારે લાશ ક્યાં છે તેવું પૂછવામાં આવ્યું, ત્યારે તેણે જવાબ આપ્યો, "લાશ અહીં રૂમની અંદર પડેલી છે. તેને કાપીને સુટકેસમાં ભરેલી છે."
 
જ્યારે પોલીસે તેમની કડક પૂછપરછ કરી, ત્યારે તેઓએ કબૂલ્યું કે તેણી ભાડા માટે તેમને હેરાન કરતી હતી, તેથી તેઓએ તેની હત્યા કરી. અજય બીમાર હતો, તેથી તે ભાડું ચૂકવી શક્યો ન હતો, અને ગુસ્સામાં તેણે દીપશિખાની હત્યા કરી. પોલીસે હાલમાં બંનેની ધરપકડ કરી છે અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.