શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 જૂન 2022 (10:56 IST)

અમદાવાદમાં સાસરિયાંના ત્રાસથી પરિણીતાનો અડાલજ કેનાલમાં કૂદી આપઘાત

પ્રેમલગ્ન કરનાર યુવતીએ 2 વર્ષમાં જ સાસરિયાંના ત્રાસથી અડાલજ કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. યુવતીના ફોનમાંથી તેણે પતિને કરેલા વોટ્સએપ મેસેજ મળી આવ્યા હતા, જેમાં તેણે લખ્યું હતું કે,‘મેં તુમ્હારે લિયે સબ કુછ છોડ કર આઈ હું, મુઝે મારના હો તો માર ડાલો પર ચૂપ મત રહો, મેં મર રહી હું, મેરી મોત કે જિમ્મેદાર મેરે સાસુ, સસુર, જેઠાની ઔર જેઠ હૈ.’

મૂળ રાજસ્થાન પાલીના વતની અને ચાંદખેડા હાઉસિંગ બોર્ડમાં રહેતા દુર્ગાસિંગ ચૌહાણ(ઉં.47)ની દીકરી કાજલે 2020માં કમલેશ સોલંકી સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં.લગ્ન બાદ તે ખેડબ્રહ્મામાં રહેતી હતી. 17 જૂને કાજલ પતિ સાથે તેના પિતાના ઘરે આવી અને સાસરિયાંના ત્રાસ વિશે ફરિયાદ કરી હતી. તે જ સાંજે અડાલજ કેનાલ પાસેથી કાજલની બેગ મળી હતી. જોકે તેનો કોઈ પતો લાગ્યો ન હતો. 20 જૂને ખોરજ નર્મદા કેનાલ પાસે તેનો મૃતદેહ મળી આવતાં, તેના પિતાએ કાજલના પતિ કમલેશ, સસરા રાવજીભાઈ, જેઠ વિનોદભાઈ અને જેઠાણી ધર્મિષ્ઠા સામે દૂષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.17 જૂને અડાલજ કેનાલ પાસેથી કાજલની બેગ અને ફોન મળી આવતાં પોલીસે કમલેશને ફોન કર્યો હતો, પરંતુ તેનો ફોન સ્વિચ ઓફ હતો, જેથી પોલીસ કમલેશ અને પરિવારના સભ્યોને પકડવા માટે કામે લાગી છે.લગ્ન બાદ કાજલ માતા-પિતાના ઘરે આવતી ન હતી, પરંતુ 6 મહિના પહેલાં જ તેણે પિયર આવવાનું શરૂ કર્યું હતું. 17 જૂને કાજલ અને કમલેશ ઘરે આવ્યા હતા તે દિવસે પણ તેમની વચ્ચે ઝઘડો થયો હતો. કાજલે કમલેશને કરેલા વોટ્સએપ મેસેજ પોલીસે ચેક કર્યા હતા, જેમાં તેના મૃત્યુ પાછળ પતિ, સાસુ, સસરા, જેઠ અને જેઠાણીને જવાબદાર ઠેરવી કમલેશને મેસેજ કર્યો હતો કે, મારના હો તો માર ડાલો પર ચૂપ મત રહો.