ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 21 જૂન 2022 (16:53 IST)

અમદાવાદની સગીરા પ્રેમમાં પડતા પાકિસ્તાન બોર્ડર પહોંચી ગઈ, પોલીસ તેને પરત લઈ આવી

અમદાવાદમાં યુવાન અને કિશોરીને ઇન્સ્ટાગ્રામ મારફતે પ્રેમ થયો હતો. જેથી કિશોરી પાકિસ્તાન બોર્ડર સુધી જતી રહી હતી. કિશોરીની ઉંમર 18 વર્ષની ન હોવાને કારણે પોલીસે કાર્યવાહી કરીને તેને પાછી લાવવામાં આવી છે. આ સાથે પોલીસે તે યુવકની ધરપકડ પણ કરી લીધી છે. આ યુવકનું નામ રોહિત છે. રોહિત અને તેના પિતા બન્નેને મેઘાણીનગર પોલીસે ઓપરેશન પાર પાડીને ધરપકડ કરી લીધી છે. હાઇકોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. કિશોરીની ઉંમર માત્ર 17 વર્ષની છે અને રોહિત 18 વર્ષનો છે.બન્ને એક બીજાને ક્યારેય પણ મળ્યા ન હતા. પરંતુ ઇન્સ્ટાગ્રામથી બન્નેની મુલાકાત થઈ અને 2 વર્ષ સુધી બન્ને વચ્ચે વાતચીત કરી હતી. 2 મહિના પેહલા જ કિશોરી અને આ યુવક વચ્ચે વાત થઈ અને કિશોરીને યુવકે પ્લેનની ટિકિટ મોકલી દિલ્હી બોલાવી લીધી હતી.

કિશોરી દિલ્હી થઈ પાકિસ્તાનથી 4 કિલોમીટર દૂર એવા પંજાબના ફઝલિકા જિલ્લાના લમચોર ગામમાં આવી ગઈ હતી.કિશોરીની ઉંમર નાની હતી જેથી તેના પિતાએ ફરિયાદ કરી અને બેવાર પોલીસ પંજાબ ગઈ પરંતુ પાછી આવી ગઈ. છેલ્લે હાઇકોર્ટમાં હેબિયર્સ દાખલ થયા બાદ પોલીસની એક ટીમ જેમાં પીઆઈ પણ હતા અને પાકિસ્તાનના બોર્ડર ઉપર ઓપરેશન હાથ ધર્યું હતુ. જે બાદ કિશોરી મળી આવી અને પોલીસે યુવકના તેની મદદગારીમાં તેના પિતાને પણ પકડી લાવી છે.યુવક એટલો ચાલાક છે કે તેને ચંદીગઢના હાઇકોર્ટમાં પોતે પોલીસ પ્રોટેક્શન માટે અરજી કરી હતી. રીલ જેવી આ રીયલ ઘટનામાં હાલ કિશોરી તેના પિતા પાસે આવી ગઈ છે અને બન્ને પિતા પુત્ર જેલના સળિયા પાછળ. ધકેલી દેવામાં આવ્યા છે.