ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 જૂન 2022 (11:42 IST)

અમદાવાદમાં 74 વર્ષની માતાનું ઘર વેચાવી 5 સંતાને ઘરમાંથી કાઢી મૂકી; મકાનના 19 લાખ મળ્યા, માતાને 4 લાખ આપ્યા

અમદાવાદના ખોખરામાં 74 વર્ષીય વૃદ્ધાનું મકાન રૂ.19 લાખમાં વેચાવી 3 પુત્રી અને 2 પુત્રોએ મકાનના પૈસા સરખા ભાગે લઈ માતાને કાઢી મૂકી છે. આથી નિસહાય માતાએ ફેમિલી કોર્ટમાં 3 પુત્રી અને 2 પુત્રો વિરુદ્ધ ભરણપોષણનો કેસ કર્યો છે, જેની સુનાવણી 7 જુલાઇએ હાથ ધરાશે.રાણીપુર પાટિયા પાસે ભાડાના મકાનમાં રહેતા 74 વર્ષીય વૃદ્ધાએ વકીલ સંદીપ ક્રિષ્ટી મારફતે ફેમિલી કોર્ટમાં 3 પુત્રી અને 2 પુત્રો વિરુદ્ધ ભરણપોષણનો કેસ કર્યો છે, જેમાં રજૂઆત કરાઇ છે કે, ખોખરામાં તેમની માલિકીનું મકાન 3 પુત્ર અને 2 પુત્રોએ ભરણ-પોષણની ખાતરી આપી રૂ.19 લાખમાં વેચી દીધું હતું.

મકાનના રૂપિયામાંથી 3 પુત્રીએ રૂ.6 લાખ એક પુત્રે રૂ.2 લાખ તેમ જ બીજા પુત્રે રૂ.7 લાખ મળી કુલ રૂ.15 લાખનો ભાગ પાડયો હતો, જયારે રૂ.4 લાખ વૃદ્ધાને આપ્યા હતાં. જોકે પૈસા લીધા બાદ સંતાનોએ માતાને કાઢી મૂકતા તે ભાડાના મકાનમાં રહેવા ગયા હતા. સંતાનો પાસેથી ભરણપોષણ પેટે રૂ.5 હજારની માગ કરતા સંતાનોએ તેમને ગાળો બોલી ત્રાસ આપતા હતાં. આથી માતાએ મકાન વેચાવી ભરણપોષણ નહીં કરતા સંતાનો પાસેથી દર મહિને રૂ.5 હજાર લેખે કુલ રૂ.25 હજાર અપાવવા દાદ માગી છે.