સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: બુધવાર, 15 ફેબ્રુઆરી 2023 (18:43 IST)

નવસારીમાં પ્રેમી પંખીડાએ પોતાનું પાપ છુપાવવા બે મહિનાના બાળકને પતાવી દીધો

their relations
નવસારીમાં સગા મા-બાપે જ બે મહિનાના માસૂમનો જીવ લીધો છે. પ્રેમમાં અંધ બનેલા પરિણીત પ્રેમી પંખીડાએ પોતાનું પાપ છુપાવવા બે મહિનાના બાળકને પતાવી દીધો. જેમાં તેમણે એવો પ્લાન કર્યો કે પોલીસ પણ ગોથે ચડી ગઇ હતી.. બરાબર એક મહિના બાદ જ્યારે પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો તો પોલીસના પગ નીચેથી પણ જમીન સરકી ગઇ...

આજથી બરાબર એક મહિના પહેલાં એટલે કે 14મી જાન્યુઆરીએ વાંસદાના જૂજ ડેમના કેચમેંટ પરથી પોલીસને ગુટખાના થેલામાં પેક કરેલી બે મહિનાના માસૂમની લાશ મળી હતી. ગ્રામ્ય વિસ્તાર હોવાથી કોઇ સીસીટીવી નહોતા કે કોઇ પુરાવા પણ નહોતા જેથી પોલીસને આ હત્યાનો ભેદ ઉકેલવો પડકારજનક હતો. પણ કહે છે ને કે પાપ છાપરે ચડીને પોકારે એમ આખરે એક મહિના બાદ પોલીસે હત્યારા મા-બાપને ઝડપી પાડ્યા છે. જે બંને પરિણીત પ્રેમી પંખીડા છે. શરૂઆતથી જાણીએ કે કંઇ રીતે પ્રેમ પ્રકરણ શરૂ થયું ને કંઇ રીતે માસુમનો જીવ લીધો. શરૂઆત થઇ વાંસદાના ખાટાઆંબા ગામથી..

ડ્રાઇવિંગ કરીને ગુજરાન ચલાવતા 34 વર્ષીય વિનોદ માહલા ત્રણ સંતાનોનો પિતા છે. જેના ગામમાં ધરમપુર તાલુકાના આસુરા ગામની સુલોચના નામની પરિણીત મહિલાનું મામાનું ઘર થાય એટલે સુલોચના અવાર-નવાર આવતી હતી.. બસ પછી શું વિનોદ અને સુલોચનાની આંખ મળીને બંને પ્રેમમાં પડી ગયા.. સુલોચનાને પોતાના પતિ સાથે ન જામતા નવ વર્ષના પુત્ર સાથે અલગ રહેતી હતી. જેથી કોઇ રોકટોક નહીં ને બંને પ્રેમી પંખીડા આઝાદીથી મળવા લાગ્યા. ને આમને આમ પાંચ વર્ષ ક્યાં નિકળી ગયા ખબર જ ન પડી.આ પ્રેમ સંબંધણાં સુલોચના ગર્ભવતી થઇ, કોઇને ખ્યાલ ન આવે એટલે સુલોચના સુરત જિલ્લાના માંડવી તાલુકાના કરંજ ગામે રહેવા જતી રહીં... ત્યારબાદ 19મી નવેમ્બરે સુલોચનાએ સુરત સિવિલમાં બાળકને જન્મ આપ્યો.. આમાં કોઇને ખબર ન પડે એટલે ચતુરાઇ પૂર્વક પ્રેમી પંખીડા સુરત સિવિલ ગયા હતા. આરોપી વિનોદ ડ્રાઇવિંગનું કામ કરે છે. જેને ત્રણ સંતાનો પણ છે. જે રીઢો ગુનેગાર ન હોવા છતાં પણ તેણે બાળકની ઠંડા કલેજે હત્યા કરી સિફતપૂર્વક તેને ગુટકાના થેલામાં પેક કરી તેના ઉપર પથ્થર બાંધી પાણીમાં ફેંક્યો.. આરોપીએ હત્યાની મોર્ડર્સ ઓપરેન્ડી કઈ રીતે ઘડી તે તમામ માહિતી રિમાન્ડ દરમિયાન સામે આવશે, હાલ પોલીસે દરમિયાન માહિતી બહાર આવશે. હાલ પોલીસે તેના રિમાન્ડ મેળવવાની તાજવીજ હાથ ધરી છે.