શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 7 ફેબ્રુઆરી 2023 (13:01 IST)

પથારી પર પેશાબ મુદ્દે પિતાની હત્યા, બીમાર પિતાનું ગળું દબાવીને હત્યા

મધ્ય દિલ્હીના આનંદ પર્વત વિસ્તારમાં એક યુવકે તેના બીમાર પિતાનું ગળું દબાવીને હત્યા કરી હતી. પિતાની ભૂલ માત્ર આ હતી કે તેણે બિમારીની હાલતમાં પથારીમાં પેશાબ કર્યો હતો. પુત્રને પલંગ સાફ કરવાનું કહેતાં તેણે પિતાની હત્યા કરી હતી. મૃતકની ઓળખ જીતેન્દ્ર શર્મા (45) તરીકે થઈ છે. 
 
શરૂઆતમાં, પુત્રએ બીમાર પિતાના મૃત્યુને સામાન્ય મૃત્યુ ગણાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ જીતેન્દ્રની પત્નીએ જ્યારે પુત્ર પર પિતાની હત્યાની આશંકા વ્યક્ત કરી, ત્યારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે હત્યા ગળું દબાવીને કરવામાં આવી છે, ત્યારે આરોપીએ પાડોશી પર હત્યાનો આરોપ લગાવવાનું શરૂ કર્યું. કડક પૂછપરછ બાદ આરોપીએ ગુનો કબૂલી લીધો હતો.