સોમવાર, 11 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: બુધવાર, 18 જાન્યુઆરી 2023 (17:32 IST)

વડોદરામાં ડોક્ટર સાથેના ફોટો બતાવી ટીમ લીડરે એક્ઝિક્યુટિવ યુવતી પર દુષ્કર્મ આચર્યું

વડોદરામાં નોકરી કરતી યુવતીને તેના ડોક્ટર સાથેના ફોટા બતાવી બ્લેકમેલ કરીને અને લગ્નની લાલચ આપી સાથી કર્મચારી ટીમ લીડરે દુષ્કર્મ આચર્યું હતું. પીડિત યુવતીએ યુવાન અને તેની માતા સામે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.ગોત્રી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, મૂળ દાહોદની વતની જાગૃતિ (નામ બદલ્યું છે) વડોદરામાં વર્ષ-2019માં વાસણા રોડ વિસ્તારમાં આવેલી એક કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરી હતી. તેની સાથે નિરજ અશોકભાઇ માળી (રહે. 3, શિવરામનગર, અલવાનાકા પાસે, માંજલપુર) ટીમ લીડર તરીકે નોકરી કરતો હતો.

નોકરી દરમિયાન બંને વચ્ચે મિત્રતા બંધાઇ હતી. મિત્રતા થયા બાદ નિરજ માળીએ જાગૃતિને દિવાળીપુરા વિસ્તારમાં ભાડે મકાન અપાવ્યું હતું.ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે જાગૃતિ ભાડાના મકાનમાં તેના ભાઈ અને બહેન સાથે રહેતી હતી. જાગૃતિના પિતા વકીલ તરીકે કામ કરતા હોવાથી પત્ની સાથે દાહોદ રહે છે. મકાન ભાડે અપાવનાર નિરજ અવાર-નવાર જાગૃતિના ઘરે આવતો હતો. જાગૃતિએ પોતાના મકાનની એક ચાવી નિરજને પણ આપી મૂકી હતી. આથી નિરજ ટાઇમ મળે જાગૃતિના ઘરે આવી જતો. ક્યારેક નિરજ જાગૃતિ સાથે જમતો પણ હતો.વર્ષ-2020માં કોવિડના કારણે લોકડાઉન થતાં કંપની દ્વારા વર્ક ફ્રોમ હોમ કરવામાં આવ્યું હતું. જેથી જાગૃતિ કોવિડ દરમિયાન ઘરે બેસીને કામ કરતી હતી. લેપટોપ ઉપર કામ કરતી જાગૃતિના લેપટોપમાં સિસ્ટમ ઇન્સ્ટોલેશન કરવાની હોવાથી તેણે પોતાનું લેપટોપ નિરજને આપ્યું હતું. તે દરમિયાન જાગૃતિ ઘરે એકલી રહેતી હતી. નિરજે મકાન અપાવ્યું હોવાથી તે અવાર-નવાર જાગૃતિના ઘરે જતો હતો.મિત્રતા ઘનિષ્ઠ બનતા નિરજ માળીએ જાગૃતિને શારીરિક અડપલાં કરવાનું શરૂ કર્યું હતું. જેથી જાગૃતિએ નિરજને ઘર ન આવવા જણાવ્યું હતું. ત્યારે નિરજે પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરેલા જાગૃતિ અને ડોક્ટર મહેશના ફોટા બતાવ્યા હતા. અને શારીરીક સબંધ માટે માંગણી કરી હતી. ત્યારે જાગૃતિએ ફોટો અંગે પૂછતા નિરજે જણાવ્યું કે, તારા લેપટોપની બેગમાંથી મળી આવેલ મેમરી કાર્ડમાંથી લીધા છે. તો મને શારીરિક સબંધ બાંધવા નહીં તો ડોક્ટર સાથેના ફોટો તારા માતા-પિતાને બતાવી દઇશ અને ડિસેમ્બર-021માં નિરજે ઘરે આવીને શારીરિક સંબંધ બાંધ્યો હતો.જાગૃતિએ ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે, નિરજે શારીરીક સબંધ બાંધ્યા બાદ લગ્નની ઓફર કરતા નિરજે લગ્ન કરવાની તૈયારી બતાવી હતી. લગ્ન કરવાની તૈયારી બતાવ્યા બાદ નિરજ અવાર-નવાર જાગૃતિના ઘરે જતો હતો અને શારીરિક સંબંધ બાંધતો હતો. તે સમયે નિરજને જાગૃતિએ પોતાની જાતિ પણ જણાવી હતી અને જાગૃતિને લગ્નની વાત કરવા માટે માંજલપુર ખાતે ઘરે આવવા માટે જણાવ્યું હતું.આ બનાવ અંગે જાગૃતિએ ગોત્રી પોલીસ મથકમાં નિરજ અશોકભાઈ માળી સામે દુષ્કર્મ અને તેની માતા સામે જાતી વિષયક અપશબ્દો બોલી અપમાનિત કરવાની ફરિયાદ નોંધાવી હતી. ગોત્રી પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આરોપી નિરજ માળીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.