ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 12 જાન્યુઆરી 2023 (15:23 IST)

વડોદરામાં સ્કૂલમાં ભણતી સગીરા સાથે ક્લાસમેટે જ દુષ્કર્મ આચર્યું, વિદ્યાર્થીની ધરપકડ

rape case
વડોદરામાં એક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે ધો.10માં તેની સાથે ભણી ચૂકેલા વિદ્યાર્થીએ દુષ્કર્મ આચર્યું હતું. એક કરતાં વધુ વખત દુષ્કર્મ આચરતાં વિદ્યાર્થિની ગર્ભવતી થઈ જતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. પોલીસે વિદ્યાર્થી સામે પોસ્કો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ફરિયાદના આધારે વિદ્યાર્થીની અટકાયત કરીને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

વિદ્યાર્થી અને આરોપી બંને ધો.10માં સાથે ભણતા હતા. વિદ્યાર્થિનીને હાલ 5 માસનો ગર્ભ છે. તેની તબીબી તપાસ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત આરોપીનો કોવિડનો રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ કરવામાં આવશે. વડોદરાના કિશનવાડી વિસ્તારમાં રહેતો 19 વર્ષીય અલ્પેશ પરમાર પોતાના વિસ્તારમાં આવેલી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. ધો.10માં પોતાની સ્કૂલમાં જ અભ્યાસ કરતી 17 વર્ષીય દિયા (નામ બદલ્યું છે) સાથે મિત્રતા બંધાઈ હતી. રોજ સ્કૂલમાં મળતા હોવાથી અલ્પેશ અને દિયાની મિત્રતા ઘનિષ્ઠ બની હતી અને સમય જતાં બંને વચ્ચેની મિત્રતા નિર્દોષ પ્રેમમાં પરિણમી હતી.

ઓગસ્ટ-2022માં અલ્પેશ પરમાર દિયાનું અપહરણ કરીને આજવા રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડના એક અવવારૂ મકાનમાં લઈ ગયો હતો, જ્યાં તેને દિયાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ અલ્પેશ પરમારના દુષ્કર્મનો ભોગ બનેલી દિયા ગર્ભવતી બની ગઈ હતી. દરમિયાન દિયા ગર્ભવતી બની જતાં તે ગભરાઈ ગઇ હતી અને આ અંગેની જાણ પરિવારને કરતાં પરિવારજનો ચોંકી ઊઠ્યા હતા.દરમિયાન પરિવારજનોની મદદ લઈને દિયા બાપોદ પોલીસ મથકમાં પહોંચી હતી અને ઓગસ્ટ-2022માં અપહરણ કરીને આજવા રોડ ઉપરના હાઉસિંગ બોર્ડના અવાવરૂ મકાનમાં લઇ જઇ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરનાર સહપાઠી અલ્પેશ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં દિયાએ ગર્ભવતી બની ગઈ હોવાનું પણ જણાવ્યું હતું. બાપોદ પોલીસે ફરિયાદના આધારે અલ્પેશ પરમાર વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસ બાદ અલ્પેશ પરમારની અટકાયત કરી લીધી હોવાનું જાણવા મળ્યું હતું.