ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 21 જાન્યુઆરી 2023 (19:10 IST)

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરાઈ, લૂંટારાઓએ ઘરમાં ઘૂસીને ફાયરીંગ કર્યું

Another Gujarati was killed in America,
અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. એટલાન્ટા સિટીમાં રહેતા કરમસદના યુવકની ફાયરીંગ કરીને હત્યા કરાઈ છે. આ ઘટનાથી તેના વતનમાં શોકની લાગણી ફેલાઈ છે. ત્રણ શખ્શોએ આડેધડ ફાયરીંગ કર્યું હતું. જેમાં તેમનું મોત થયું હતું. પ્રાપ્ત વિગતો પ્રમાણે એટલાન્ટા સિટીમાં ગુજરાતી પરિવારના 3 લોકો ઉપર લૂંટના ઇરાદે લૂંટારુએ ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો.

આ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ કરતા કરમસદના 52 વર્ષીય પીનલભાઈ પટેલને ગંભીર ઇજા થવા પામી હતી. તેમને સારવાર મળે તે પહેલા જ તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટના ઇરાદે ઘરમાં ઘુસેલા અશ્વેત લૂંટારુઓએ ફાયરિંગ કરીને રુપલબેન પીનલભાઈ પટેલ અને ભક્તિ પીનલભાઈ પટેલ ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી. આ અગાઉ 17 જૂન 2022ના રોજ આણંદ જિલ્લાના સોજીત્રા ગામના વતની પ્રેયર્સ પટેલની હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન અમેરીકાના ન્યૂપોર્ટ ન્યૂઝ કન્વીનિયન્સ સ્ટોરમાં તેઓ રાત્રે કામ કરી રહ્યા હતા આ દરમિયાન ગેસ સ્ટેશન પર લૂંટના ઇરાદે ઘુસાલે શખ્સોએ ગોળીઓ વરસાવી હતી હતી. જે  ગોળીબારમાં બે કામદારો મોતને ભેટ્યા હતા. આ અંગે જાણ થતા પોલીસ બોલાવવામાં આવી હતી. જ્યા પોલીસની તપાસ દરમિયાન સ્ટોરની અંદર બે માણસોને બંદૂકની ગોળી વાગી હતી. જેમને સારવાર મળે તે પહેલા જ મૃત જાહેર કરાયા હતા.