ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 21 જાન્યુઆરી 2023 (12:36 IST)

બનાસકાંઠાની યુવતીની દર્દભરી દાસ્તાનઃ સગા ભાઈએ જ બહેનને દેહવ્યાપારમાં ધકેલી

rape case gujarat
બનાસકાંઠાના ડીસાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પ્રેમલગ્ન કરનારી યુવતીને તેના ઘરવાળા અપહરણ કરી રાજસ્થાન લઈ જાય છે, પછી તેનો ગર્ભપાત કરાવવામાં આવે છે. એ ઓછું હોય તો તેનો નાનો ભાઈ યુવતીને વેચી દે છે. જેમ-તેમ કરી યુવતી હવસખોરની ચુંગાલમાંથી છૂટી પોલીસ સ્ટેશને જાય છે, તો તેની ફરિયાદ લેવામાં નથી આવતી. એ પછી તે કોર્ટની શરણે જાય છે અને ત્યાંથી ડોક્ટર અને 4 મહિલા સહિત 9 સામે પોલીસ ફરિયાદ નોંધવા પોલીસને આદેશ આપવામાં આવે છે.

બનાસકાંઠા જિલ્લાના એક ગામની યુવતીને ભાવેશ (નામ બદલ્યું છે) નામના યુવક સાથે મનમેળ થયો હતો. જોકે યુવતીનાં માતા-પિતા તથા સગાંસંબંધીઓ આ સંબંધોને લઈ ખુશ નહોતાં. તેથી બંનેએ રાજીખુશીથી મંદિરમાં જઈને 23 ઓક્ટોબર 2021ના રોજ લગ્ન કર્યાં હતાં. લગ્નના થોડા મહિના પછી યુવતી ગર્ભવતી થઈ હતી. તેની જાણ યુવતીના ઘરવાળાને થઈ હતી. મુકેશ કામ અર્થે ખેતરમાં ગયો હતો ત્યારે 9 જૂન 2022ના રોજ બપોરે એક વાગ્યે યુવતીનાં સગાંસંબંધીઓ તેને બળજબરીથી ઉપાડી ગયાં હતાં. એ સમયે મુકેશ રસ્તામાં મળી જતાં પત્નીને છોડાવવા માટે આજીજી કરી હતી, પરંતુ ગાડીમાં સવાર લોકોએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી ને યુવતીને લઈ ગયા હતા.યુવતીને બળજબરીપૂર્વક રાજસ્થાનના રેવદર લઈ જવામાં આવ્યા હતા. ત્યાં રેવદર પોલીસ મથકે યુવતીને ધમકી આપી તેના પતિ વિરુદ્ધ ખોટી સહીઓ કરાવી હતી. એ પછી રેવદર ખાતે ડોક્ટર ભાટીની હોસ્પિટલમાં લઈ જઈ તેનો ગર્ભપાત કરાવ્યો હતો. તેના પછી તેના પરિવારજનોએ યુવતીને જમનાબેનના ઘરે દસ દિવસ રાખી હતી.યુવતી આ પીડામાંથી પસાર થઈ રહી હતી ત્યારે જ તેના નાના ભાઈએ યુવતીને ભિનમાલ ખાતે રહેતા દિનેશ હીરાજી નામની વ્યક્તિને વેચી દીધી હતી, જ્યાં આ શખસે યુવતીને ત્રણ મહિના સુધી ઘરમાં ગોંધી રાખી તેની સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. એમાં તેનાં સગાં-સંબંધીઓએ પણ તેને સહકાર આપ્યો હતો.
 
દિનેશ હીરાજી નામની વ્યક્તિના ઘરમાં ત્રણ મહિના સુધી પીડાયા બાદ જેમ તેમ કરીને મહિલાએ તેના પતિને જાણ કરી હતી. એ બાદ તેના પતિએ યેન કેન પ્રકારેણ આરોપીઓની ચુંગાલમાંથી છોડાવી ન્યાય મેળવવા માટે ડીસા તાલુકા પોલીસ મથકે પહોંચ્યાં હતાં, પરંતુ પોલીસે તેની ફરિયાદને ધ્યાને ન લેતાં આખરે કંટાળેલી યુવતી નામદાર કોર્ટના શરણે ગઈ હતી. જ્યાં કોર્ટના આદેશ બાદ હવે ડીસા તાલુકા પોલીસે ડોક્ટર સહિત કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધી સમગ્ર કેસની તપાસ હાથ ધરી છે.