શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 25 જુલાઈ 2023 (13:01 IST)

અમદાવાદના રામોલ વિસ્તારમાં પ્રેમીએ પૈસા માટે પ્રેમિકા સાથે બળજબરી કરી

crime news
અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા શનાબેને વકીલ ચંદ્રકાંત વાઘેલા સામે પોતાની સાથે બળજબરી કરવાની અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી. વર્ષ 2011માં શનાબેનના પતિ મુસ્તાક એડનવાલા કોર્ટના કોઈ કામ હેતુસર આ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ આ કામના કારણે જ તેની સાથે ઘરેલુ સંબંધ બંધાઈ ગયા હતા. જેના કારણે તેની ઘરે અવરજવર શરુ થઈ હતી. 2020માં પતિના અવસાન પછી ચંદ્રકાત અને શનાબેન વચ્ચેના સંબંધો ગાઢ બન્યા હતા અને બંને એકબીજા સાથે બધુ જ શેર કરવા લાગ્યા હતા પરંતુ, ચંદ્રકાંતે શનાબેનને પૈસા માટે ઢોરમાર માર્યો અને જાનથી મારવાનો પ્રયાસ પણ કર્યો, જેથી કંટાળીને શનાબેને તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.
 
વર્ષ 2020માં પતિ હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા
રામોલ વિસ્તારમાં રહેતા શનાબેનના લગ્ન સોળ વર્ષ પહેલા મુસ્તાક એડનવાલા સાથે થયા હતા. વર્ષ 2011માં ચંદ્રકાંત વાઘેલા સાથે સંપર્કમાં આવ્યા હતા. જે પોતે કંપનીના વકીલનું કામકાજ કરતા હોવાથી શનાબેનના પતિએ તેનો કોર્ટના કામ માટે સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ચંદ્રકાંત વાધેલા સાથે ઘરેલું સંબંધ બંધાઈ ગયા હતા. વર્ષ 2020માં શનાબેનના પતિ હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા હતા.
 
ઘરના કામકાજને લઈને શનાબેનને માર માર્યો
જો કે, શનાબેન પતિના હયાતીમાં જ ચંદ્રકાંત નજીક આવી ગયેલ હોવાથી બંને વચ્ચે ગાઢ પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો. જેથી, પતિના મૃત્યુ બાદ જ્યારે શનાબેન એકલા હતા ત્યારે ચંદ્રકાંતે તેને કપરા સમયમાં સાથે રહેવાની વાત કરી હતી ત્યારે શનાબેન તેની સાથે લિવ-ઈનમાં રહેવા મેધાણીનગર ખાતે ગયા હતા. જે બાદ ચંદ્રકાંતે ઘરના કામકાજને લઈને શનાબેનને માર માર્યો હતો. જેની ફરિયાદ પણ થઈ હતી અને સમાધાન પણ કરી લીધુ હતુ. ચંદ્રકાંત અવાર નવાર શનાબેન પાસે પૈસાની માંગણી કરતો હતો.
 
સંબંધ છૂટો કરવાના 10 લાખ રૂપિયા માંગ્યા
​​​​​​​20 જુલાઈએ ચંદ્રકાંતે શનાબેન પાસે સંબંધ છુટો કરવાના 10 લાખ રૂપિયા માંગ્યા હતા.અને બીજા દિવસે સાંજના સમયે શનાબેન હકીકત તેની માતાને જણાવતા હતા .તે સમયે ચંદ્રકાંત પૈસાની માંગણી કરતો હતો અને પૈસા નહિ આપે તો તેના માતા-પિતાને ખોટાકેસમાં ફસાવી દેવાની ધમકી આપી શનાબેનને માર મારી ચપ્પુ ગળા પર રાખ્યુ હતુ. શનાબેને બૂમાબૂમ કરતા ચંદ્રકાંતે શનાબેનને રૂમમાં લઈ જઈને બળજબરી પૂર્વક ફિનાઈલ પિવડાવી દુપટ્ટાથી ગળુ દબાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે શનાબેનના માતાએ તેમના પતિ ને ફોન કરી પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી સરનામે પોલીસને મોકલી હતી. ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અંગે શનાબેને રામોલ પોલીસ સ્ટેશનમાં ચંદ્રકાંત સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.