રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : મંગળવાર, 23 ઑગસ્ટ 2022 (17:41 IST)

સુરતમાં બસના કન્ડકટરે યુવતીને સ્પર્શ કરી કહ્યું, 'સ્ટેશન જઈને આપણે મજા કરીએ', માતા ન હોત તો પીંખાઈ ગઈ હોત

rape
સુરત શહેરમાં BRTS બસમાં હવે તરૂણીઓ સુરક્ષિત ન હોય તેવું લાગી રહ્યું છે. સિટી બસના 3 કંડક્ટરોએ બસમાં 17 વર્ષની તરૂણીની છેડતી કરી હોવાનો બનાવ બન્યો છે. તરૂણીને આંખ મારી સરસ સ્માઈલ છે સ્ટેશન જઈને મજા કરી એવી કોમેન્ટ પણ કરી હતી. વળી બસમાં ફરજ બજાવતા કંડક્ટરે પણ તરૂણીની મદદ કરવાની તસ્દી લીધી ન હતી. ગભરાયેલી તરૂણીએ માતાને કોલ કરતા તેઓ અમિષા ચાર રસ્તા પાસે આડા ઉભા રહી બસ રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બસ અટકાવી ન હતી. દરમિયાન દિલ્હીગેટ પાસે બસ અટકાવી હતી.

માતાએ કંટ્રોલરૂમમાં 100 નંબર જાણ કરતા મહિધરપુરા પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને બસમાં બેઠેલા ત્રણેય બદમાશોને પોલીસ સ્ટેશને લઈ આવી હતી. મહિધરપુરામાં રહેતી 17 વર્ષની કિશોરી તેની બહેનપણી સાથે 20મી તારીખે સાંજે ડુમસ રોડ ગોવર્ધન નાથજીની હવેલી પાસેથી સિટી બસમાં બેસીને ઘરે આવતા હતા. બસમાં ભીડ વધારે હતી અને બેસવાની જગ્યા ન હોવાથી બન્ને પાછળના ભાગે ઊભી રહી હતી. દરમિયાન એક યુવકે તરૂણીને સ્પર્શ કર્યો હતો. તરૂણીને એવું હતું કે બસમાં ભીડ વધારે હોય જેના કારણે ભૂલથી લાગી ગયો હશે, પછી કંડક્ટરે કહ્યું કે, આગળ જગ્યા છે આથી બન્ને આગળ ઊભા રહ્યા હતા.ચાલકે અચાનક બ્રેક મારતા સ્ટીલના પોલમાં તરૂણીનું મોઢું અથડાયું હતું. પછી તરૂણીની બહેનપણી બસમાં પાછળના ભાગે ઊભી હતી. તે સમયે બસમાં જે યુવકે તરૂણીને સ્પર્શ કર્યો હતો તેણે એવી કોમેન્ટ કરી કે બસ ધીમે ચલાવો મારૂં મોઢુ અથડાય, ત્યાર પછી તે યુવકના બે મિત્રો પણ બસમાં કોમેન્ટ કરવા લાગ્યા કે સ્ટેશનવાળા પાછળ તેમજ તરૂણીને આંખ મારી અને ઈશારા કરી સ્માઇલ સરસ છે, સ્ટેશન જઈને મજા કરી એવી કોમેન્ટ પણ કરી હતી. દરમિયાન તરૂણીનો માતા સાથે ફોન કોલ ચાલું હોવાથી ગભરાયેલી હાલતમાં માતાને અમિષા ચાર રસ્તા આવી જવા કહ્યું હતું.સગીરાએ અમીષા ચાર રસ્તા પાસે ઉતરવું હોય છતાં બદમાશોએ બૂમો પાડી બસને સ્ટેશને જ ઊભી રાખવાની વાત કરી હતી. સગીરાએ બસના ચાલકે કહેવા છતાં ઊભી ન રાખી હતી. બસ ઊભી રખાવવા સગીરાની માતા આડી ઊભી રહી બસ રોકવાનો પ્રયાસ કર્યો છતાં બસ ઊભી રાખી ન હતી. છેવટે માતાએ મોપેડ પર લઈ સ્ટેશન પાસેના સર્કલ પર બસ ઊભી રખાવી પોલીસ બોલાવી દીધી હતી તરૂણીએ કંડકટરને ફરિયાદ કરી તો તેણે કહ્યું કે તારે શું કરવું છે.તરૂણીની માતાએ મહિધરપુરા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે સિટી બસના 3 કંડક્ટરો શાહરૂખ ફારૂક શેખ (રહે,ગ્રીનવ્યુ એપાર્ટ, જુના ડેપો, ઉમરવાડા), જયદીપ કીમજી પરમાર (રહે, સમર્પણ વિજયનગર,વેડરોડ) અને સમીર નાસીર રમઝાનશા(રહે,મોહમંદી મસ્જિદની ચાલ, ઉધનાયાર્ડ)ની સામે છેડતીનો ગુનો નોંધી અટકાયત કરી છે. ફરિયાદમાં છેડતી કરનારે તરૂણીને સ્પર્શ કરી હોવાનો ઉલ્લેખ છતાં પોલીસે પોક્સો એક્ટની કલમ કેમ ન લગાવી તે એક તપાસનો વિષય છે. ઘટના બની ત્યારે ત્રણેય કંડક્ટરો ફરજ પર ન હતા.