શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : ગુરુવાર, 3 ફેબ્રુઆરી 2022 (09:23 IST)

સુરતની પાર્લેપોઇન્ટની સ્કૂલમાં ઓનલાઇન ક્લાસમાં ધોરણ 6ના વિદ્યાર્થીએ પોર્ન વીડિયો ચાલુ કરી દીધો

કોરોના વાઇરસના કહેરને જોતા ધોરણ-1થી 9માં ઓફલાઇન એજ્યુકેશન બંધ કરી ઓનલાઇન એજ્યુકેશન શરૂ કરાયું છે. એવામાં જ શહેરના પારલે પોઇન્ટની એક સ્કૂલમાં આઘાતજનક ઘટના સામે આવી છે. મહિલા ટીચરે ધોરણ 6મા ઓનલાઇન એજ્યુકેશન ચાલુ કર્યું હતું અને ત્યાં એક વિદ્યાર્થીએ એકાએક સ્ક્રીન શેર કરીને પોર્ન વીડિયો શરૂ કરી દીધો હતો.

પોર્ન વીડિયોમાં અશ્લિલ હરકતોને જોઇને વિદ્યાર્થીઓ અને શિક્ષકો એકસમયે મુંઝવણમાં મૂકાઈ ગયા હતા. એક તબક્કે તો શું કરવું અને શું ન કરવું તેવી દ્વિધા ઊભી થઇ હતી.જો કે, સ્થિતિને પારખી ગયેલા ટીચરે તાત્કાલિક ઓનલાઇન એજ્યુકેશન બંધ કરી દીધું હતું. ત્યાર બાદ વિદ્યાર્થીઓથી માંડી શિક્ષકો અને વાલીઓમાં આ મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. જોકે, આ મામલે પ્રિન્સિપાલને જાણ થતાં જ તેમણે વિદ્યાર્થી અને તેના વાલીને સ્કૂલે બોલાવ્યા હતા, જ્યાં વિદ્યાર્થીના વાલીએ પ્રિન્સિપાલ અને શિક્ષકની માફી માંગી હતી, જેથી સ્કૂલના પ્રિન્સિપાલે વિદ્યાર્થીના ભાવિને ધ્યાનમાં રાખી કાયદેસરની કોઈ પણ કાર્યવાહી કરી ન હતી.

ધોરણ-8ના વિદ્યાર્થીને વાલીએ ટેબલેટ અપાવ્યું હતું. કોરોનામાં બહાર જવા જ દેતા નહોતા. તેને કંટાળો આવવા લાગ્યો. પરિવારે ગેમ પણ ડીલીટ કરાવી દીધી. તેના મિત્રએ પોર્ન વેબસાઇટની માહિતી આપતાં તે ટાઇમ પાસ કરવા પોર્ન જોવા લાગી ગયો. માતાપિતાને ખબર પડી તો ઓનલાઇન વખતે બાજુમાં જ બેસી બાદમાં ટેબલેટ લઈ લેતા હતા. જેથી બાળક ડિપ્રેશનમાં આવી ગયું હતું. ધોરણ-11ની એક વિદ્યાર્થિનીને પોર્ન વીડિયો જોવાની ટેવ પડી ગઈ હતી. દિવસમાં અનેકવાર રૂમ બંધ કરીને પોર્ન વીડિયો જોયા કરતી હતી. માતાપિતાને ખબર પડી એટલે કમ્પ્યૂટરવાળાને બોલાવીને તમામ પોર્ન વીડિયો ડીલીટ કરાવી દીધા હતા. તેને ઓપ્સેશન નામની માનસિક બીમારી હતી. હાલ તેનું કાઉન્સેલિંગ ચાલુ છે અને તેનામાં ઘણો ફરક આવ્યો છે.