મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 31 મે 2021 (12:27 IST)

ઓનલાઇન કલાસ માટે આપેલા મોબાઇલમાં 16 વર્ષનો સગીર પોર્ન વીડિયો જોવા લાગ્યો

કોરોનાને કારણે દોઢ વર્ષથી સ્કૂલો શરૂ કરવામાં આવી નથી, જેને કારણે ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. ઓનલાઇન શિક્ષણને કારણે અનેક બાળકો હવે મોબાઈલથી ટેવાઈ ગયા છે. ઓનલાઇન શિક્ષણની જગ્યાએ મોબાઈલમાં ગેમ અને પોર્ન વીડિયો જોતાં થઈ જતાં વાલીઓમાં ચિંતા છે, જેની વચ્ચે અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં 16 વર્ષના સગીરને ઓનલાઇન શિક્ષણને કારણે મોબાઇલની એટલી લત લાગી ગઈ હતી કે મોબાઈલમાં આખો દિવસ ગેમ અને પોર્ન વીડિયો જોતો હતો. આ હરકતોથી સગીરની માતાએ ફોન લઈ લીધો હતો. સગીરે ફોન નહિ આપે તો આત્મહત્યા કરવાની ધમકી આપી હતી.

આ મામલે સગીરની માતાએ મહિલા હેલ્પલાઇન અભ્યમ 181ની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે સગીરને સમજાવ્યો હતો કે બે- ચાર વર્ષ બાદ ઘરની જવાબદારી તારા પર આવશે અને મનમાં આત્મહત્યા કરવાનો વિચાર લાવવાનો નહિ.મહિલા હેલ્પલાઇન અભયમ 181ને શાહીબાગ વિસ્તારમાંથી મહિલાનો ફોન આવ્યો હતો કે મારા 16 વર્ષના બાળકને ઓનલાઇન શિક્ષણ માટે મોબાઈલ આપ્યો હતો, પરંતુ તેમાં પોર્ન વીડિયો અને સતત ગેમ રમે છે. મોબાઈલ લઈ લેતાં આત્મહત્યાની ધમકીઓ આપે છે, જેથી મહિલા હેલ્પલાઇનની ટીમ બાળકને સમજાવવા તાત્કાલિક પહોંચી ગઈ હતી.

16 વર્ષનો સગીર મોબાઈલમાં સતત ગેમ રમતો હતો. ઘરમાં ગંદી ગાળો બોલતો અને કોઈનું કહ્યું માનતો ન હતો. મોબાઈલ બળજબરીથી લઈ લેતાં સગીરે ધમકી આપી હતી કે હું મોબાઈલ વગર નહિ રહી શકું, ફોન નહિ આપો તો આત્મહત્યા કરી લઈશ.મહિલા હેલ્પલાઇનની ટીમે સગીરને સમજાવ્યો હતો કે તારા પિતા નથી. બે ચાર વર્ષ પછી ઘરની જવાબદારી તારા પર આવશે. ફોનમાં ગેમ રમવાથી તારું કરિયર નહિ બને, જ્યાં સુધી ઓનલાઇન કલાસ ચાલુ હોય ત્યાં સુધી ફોન લેવાનો પછી પાછો આપી દેવાનો. ફોનમાંથી બધી ગેમો ડિલિટ કરી સમજાવ્યો હતો કે ઘરના સભ્યો તારું સારું ઇચ્છે એટલે ના પાડે છે અને મનમાં આત્મહત્યા કરવાનો ક્યારેય વિચાર નહિ કરવાનો. ઘરના સભ્યોને પણ સગીરને પ્રેમથી સમજાવવા જણાવી સુખદ સમાધાન કરાવ્યું હતું.