મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 21 મે 2021 (09:14 IST)

ન્યૂયોર્કમાં સ્ટોર ચલાવનાર ગુજરાતી યુવકની હત્યા, હત્યારા મોબાઇલ પણ લૂંટીને જતા રહ્યા

અમેરિકાની ન્યૂયોર્ક સિટીમાં લૂંટના ઇરાદે જનરલ સ્ટોર ચલાવનાર ગુજરાતી બિઝનેસમેનની હત્યા કરવામાં આવી છે. મૃતક કિંશુક પટેલ આણંદના ભાદરણ ગામના રહેવાસી હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બે અશ્વેતોની ઓળખ કરી છે, જેમણે મંગળવારે રાત્રે ઘટનાને અંજામ આપ્યો હતો. 35 વર્ષીય કિંશુક ન્યૂયોર્કમાં પિતા, પત્ની અને બે પુત્રો સાથે રહેતો હતો. એક પુત્રની ઉંમર 4 વર્ષ અને બીજા પુત્રની ઉંમર 6 મહિનાની છે. 
 
ન્યૂયોર્ક પોલીસના અનુસાર સ્ટોરના સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે કિંશુક સ્ટોર બંધ કરીને ઘરે જવાની તૈયારી કરી રહ્યો હતો. આ દરમિયા બે અશ્વેત યુવક અંદર આવ્યા અને કોઇ સામાન માંગ્યો. કિશુંકએ સ્ટોર બંધ હોવાની વાત કહી તો એકએ તેના માથા પર કોઇ ભારે વસ્તુ વડે ઘા કર્યો. કિંશુક બેભાન થઇને પડી ગયો તો બંને લૂંટારા તેની પાસે રાખેલી કેશ અને મોબાઇલ લૂંટીને ફરાર થઇ ગયા. 
કિંશુકએ ઘરે આવતા પહેલાં ફોન કરીને કહ્યું હતું કે પરંતુ લગભગ બે કલાક સુધી તે ઘરે ન પહોંચતાં પરિવારે મોબાઇલ પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મોબાઇલ સ્વિચ ઓફ હતો. ત્યારબાદ તેમના પિતાએ ન્યૂયોર્કમાં જ રહેનાર પોતાના રિલેટિવને ફોન પર સૂચના આપી. રિલેટિવ જ્યારે સ્ટોર પર પહોંચ્યા તો કિંશુકને લોહીથી લથબથ જોયો. એંબુલસ બોલાવીને તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મોત નિપજ્યું હતું.  
 
ભાદરણ ગામમાં રહેનાર કિંશુકના કાકાએ જણાવ્યું કે તે લગભગ 10 વર્ષ પહેલાં ન્યૂયોર્ક આવ્યા હતા. એક સંબંધીની મદદથી તેમણે જનરલ સ્ટોર ખોલ્યો હતો. તે અત્યાર સુધી ત્રણ જનરલ સ્ટોર ખોલી ચૂક્યા છે. કિંશુકના લગભગ 6 વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા. કિંશુક પરિવારનો એકમાત્ર પુત્ર હતો.