સોમવાર, 3 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 20 મે 2021 (13:06 IST)

કલોલ નજીક એરંડા ખાઇ જતાં 21 ગાયને ફૂડ પોઇઝનિંગ, 13 નામોત

Gujarat News in Gujarati
ગાંધીનગરના ડીંગુચા ગામમાં મંગળવારે 21 ગાયોને ફૂડ પોઇઝનિંગ થયું છે. જેમાં 13 ગાયોના મોત નિપજ્યા હતા. આ ગાયોએ ખેતરમાં ઘૂસીને એરંડાના છોડ ખાઇ જતાં ઝેર ચડ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઝેર ચડ્યા થોડાવાર બાદ એક પછી એક ગાયોના મોત થયા હતા. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર ડીંગુચાના રબારી વાસમાં રહેતો પરિવાર પશુપાલન કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. મંગળવારે માલધારી ગાયોને લઇને ચરાવવા ગયા હતા ત્યારે ગાયો એરંડાના ખેતરમાં ઘૂસી ગઇ હતી. આ દરમિયાન 21 ગાયોએ એરંડાના છોડ ખાઇ લેતાં ઝેર ચડ્યું હતું. ત્યારબાદ એક પછી 11 ગાયોના મોત નિપજ્યા હતા. 
 
ડીંગુચા ગામમાં રહેતા રબારી ઈશ્વરભાઈ ની 1 ગાય, રબારી રણછોડભાઈ ની 3 ગાય, રબારી લલ્લુભાઈ ની 1 ગાય, રબારી ભગવનભાઈ ની 4 ગાય, રબારી રામભાઈ ની 3 ગાય તેમજ રબારી કાનજીભાઈ ની 1 ગાય નું મોત નિપજ્યું હતું.