મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શુક્રવાર, 4 ફેબ્રુઆરી 2022 (22:52 IST)

સગીર ભત્રીજીઓએ ફઈંનો જીવ લીધો, મોબાઈલ પર વાત કરવાની ના પાડી, પછી સૂતી વખતે કાપી નાખ્યુ

વૈશ્વિક મહામારી કોરોના કાળમાં મોબાઈલ એ ઓનલાઈન શિક્ષણનું મહત્વનું સાધન બની ગયું છે. બાળકો ઘરે બેસીને ઓનલાઈન ક્લાસમાં જોડાઈને અભ્યાસ કરી રહ્યા છે. આ ટેક્નોલોજી વરદાનથી ઓછી નથી, પરંતુ મોબાઈલના કારણે કોઈનો જીવ જશે તે વાત કોઈ માનશે નહીં. છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં બે સગીર છોકરીઓએ મોબાઈલ પર વાત કરવાની ના પાડવા બદલ પોતાની જ ફઈની હત્યા કરી નાખી.
 
ગુનો કર્યા પછી ઊંઘી ગઈ 
ગંભીર અપરાધ કરી બંને છોકરીઓ ઘરે સૂઈ ગઈ . સવારે જ્યારે ઘરના લોકો જાગ્યા ત્યારે આ હત્યાની જાણ થઈ. માહિતી મળતાં પોલીસે પહોંચી તપાસ શરૂ કરી તો આ રહસ્ય પરથી પડદો ઉઠયો. પોલીસની પૂછપરછમાં જે બાબતો બહાર આવી તેનાથી બધાના હોશ ઉડી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, રાયગઢ જિલ્લાના ચક્રધરનગર પોલીસ સ્ટેશન વિસ્તારના નિરંજનપુર-સપનાઈ ગામમાં 3 ફેબ્રુઆરીની રાત્રે, બે બહેનોએ ગુસ્સામાં આવીને તેમની ફઈને માથામાં હથિયાર મારીને હત્યા કરી નાખી. ફઈની હત્યા કરનાર બંને છોકરીઓ સગીર છે અને સ્કૂલની વિદ્યાર્થિની છે. પોલીસે જણાવ્યું કે છોકરીઓની ફઈ તુલસી અપરિણીત છે. બંને તેની સાથે ઘરે રહેતા હતા. બુઆ આ છોકરીઓને મોબાઈલમાં ગેમ રમવાની, મિત્રો સાથે વાત કરવાની મનાઈ કરી હતી.  3 ફેબ્રુઆરીની સવારે પણ આવું જ બન્યું હતું. આ છોકરીઓ તેમની ફઈને જાણ કર્યા વગર મોબાઈલ 
લઈને સ્કૂલે ગઈ હતી. શાળાએથી પરત ફરતી વખતે બંને ઘરે પહોંચ્યા ત્યારે ફઈ ઠપકો આપશે તેવી શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ બંનેએ રસ્તામાં એક જગ્યાએ બેસીને તેની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.
 
અડધી રાત્રે જાગીને હેન્ગર(Hanger) થી હુમલો કર્યો
રસ્તામાં સગીર છોકરીઓએ વ્યક્ત કરેલી આશંકા સાચી નીકળી. ઘરે પહોંચીને ફઈએ સગીરોને ખૂબ ઠપકો આપ્યો. જે બાદ રાત્રે 8 થી 9 વાગ્યાની વચ્ચે યુવતીઓ ફરી મોબાઈલ રમવા લાગી. રાત્રે ફઈ મોબાઈલ માટે નાની બાળકીને ઠપકો આપ્યો એટલું જ નહીં બે થપ્પડ પણ મારી. તે પછી ઘરના બધા સૂઈ ગયા. રાત્રે 12 થી 1 વાગ્યાની વચ્ચે નાની બાળકી ઉભી થઈ અને તેણે સૂતેલી ફઈના માથા પર હેન્ગર વડે માર્યો. ફઈના રડવાનો અવાજ સાંભળીને મોટી બહેન પણ ઉભી થઈ ગઈ. આ પછી ફઈ પર વધુ હુમલો કર્યા હત્યા કર્યા બાદ બંને ચુપચાપ સુઈ ગયા હતા