ગંદા કપડા જોઈને માતાને આવ્યો ગુસ્સો અને સ્કુલમાંથી ઘરે આવેલા એકના એક 8 વર્ષના પુત્રને મારી નાખ્યો
હરિયાણાના ગુરુગ્રામમાં એક મહિલાની તેના 8 વર્ષના પુત્રનું કથિત રીતે ગળું દબાવીને હત્યા કરવાનાં અપરાધમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે તપાસમાં આ વાત સામે આવી છે શાળાએથી કપડામાં ગંદા કરીને લાવવાને કારણે અને બે પુસ્તકો ખોવાય નાખવાથી ગુસ્સે થયેલી માતાએ આ ઘટનાને અંજામ આપ્યો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પૂનમ દેવીની મંગળવારે ધરપકડ કરવામાં આવી અને ગુરુવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાંથી તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી.
અગાઉ, આ મામલો ગેરકાયદેસર સંબંધનો હોવાનું કહેવામાં આવી રહ્યું હતું, પોલીસને શરૂઆતમાં શંકા હતી કે મહિલાએ આ ઘટનાને અંજામ આપ્યો હતો કારણ કે તેના પુત્રને તેના અન્ય પુરુષ સાથેના કથિત સંબંધની જાણ થઈ હતી. આસિસ્ટન્ટ પોલીસ કમિશનર વરુણ દહિયાએ જણાવ્યું હતું કે, “પોલીસ પૂછપરછ દરમિયાન પૂનમ દેવીએ ખુલાસો કર્યો હતો કે જ્યારે તેનો આઠ વર્ષનો પુત્ર કાર્તિક સોમવારે શાળાએથી પાછો આવ્યો ત્યારે તેના કપડા પુટ્ટીથી ગંદા થઈ ગયા હતા અને તેને બે પુસ્તકો પણ ખોવાય નાખ્યા હતા. ગુસ્સામાં તેણે પહેલા તેના કપડા ઉતાર્યા અને તેને ઘરની બહાર ઉભો કર્યો.'' આ પછી જ્યારે છોકરાએ દુકાને જવાની જીદ કરી તો તેણે પોતાનાં દુપટ્ટા વડે તેનું ગળું દબાવી દીધું.
પતિથી છુપાવી આ વાત
પોલીસે જણાવ્યું કે આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સોમવારે પોલીસને ખાનગી હોસ્પિટલમાંથી બાળકના મોતના સમાચાર મળ્યા. પીડિતાના પિતા અરવિંદ કુમાર મજૂરી કામ કરે છે. સોમવારે બપોરે લગભગ 2 વાગ્યાના સુમારે પત્ની પૂનમે અરવિંદને ફોન કર્યો અને કહ્યું હતું કે તેમના પુત્રની તબિયત ખરાબ છે. અરવિંદ બપોરે 2.30 વાગ્યાની આસપાસ ઘરે પહોંચ્યો ત્યારે તેનો પુત્ર તેની પત્નીના ખોળામાં બેભાન હતો. મહિલાએ જણાવ્યું કે તે શાળામાંથી આવ્યો હતો. તેને પીવા માટે પાણી આપ્યું અને પછી તે બેભાન થઈ ગયો. બાળકને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
અરવિંદે બાળકની ગરદન પર ઈજાના નિશાન જોયા અને દાવો કર્યો કે તેની હત્યા કરવામાં આવી છે, ત્યારબાદ, તેની ફરિયાદના આધારે, ગુરુગ્રામ સેક્ટર 18 પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીનો રહેવાસી છે.