1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
  4. Murder for 10 rupees

10 રૂપિયા માટે હત્યા- પાણીપુરીના 10 રૂપિયા ન આપ્યા તો કરી નાખી હત્યા

10 રૂપિયા માટે હત્યા
10 રૂપિયાની પાણી પુરી ખાધા પછી રૂપિયા ન આપવાને બદલે એક યુવકની હત્યા કરવામાં આવી. આ ઘટના 
મુરૈના ગામની છે. પોલીસે હવે જઈને હત્યાનો કેસ નોંધ્યો છે. મળતી માહિતી મુજબ પ્રમોદ પુત્ર રામજીલાલ કુશવાહે 20 મે 2021ના રોજ મુરૈના ગામના પુરા પર 10 રૂપિયાની પાણી પુરી ઉધાર ખાધી હતી. 
 
રૂપિયા ન આપવા પર લારીના માલિક સાથે તેનો ઝગડો થઈ ગયો અને તે ઘરે પરત આવ્યો. ત્યારબાદ પ્રમોદ 
કુશવાહ ફરીથી ઘરેથી પાછો ફરીને લારીના સંચાલકની ઘરે પહોંચી ગયો.  અહી આરોપીગણોએ એક થઈને પ્રમોદને એટલો માર્યો કે તેનુ માથુ ફાટી ગયુ, ગ્વાલિયરમાં સારવાર દરમિયાન તેનુ મોત થઈ ગયુ  સિવિલ લાઈન પોલીસે આ મામલે આરોપી નસીબ સિંહ કુશવાહ, દિલીપ સિહ કુશવાહ, પવન સિંહ કુશવાહ, પુત્રગણ દેવસિંહ કુશવાહ મુરૈના ગામના પુરાના વિરુદ્ધ હત્યાની એફઆઈઆર નોંધી છે. 
 
આગળનો લેખ
આગામી પાંચ દિવસમાં સમગ્ર રાજ્યમાં સારા વરસાદની સાથે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના: હવામાન વિભાગ