શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 31 ઑગસ્ટ 2021 (13:42 IST)

સાસુએ છીનવી લીધો મોબાઈલ તો વહુ બે દિકરીઓ સાથે કુવામાં કુદી ગઈ

મઘ્યપ્રદેશના છતરપુલ જીલ્લામાં મોબાઈલને લઈને સાસુ સાથે થયેલા મામૂલી વિવાદને લઈને 33 વર્ષીય એક મહિલાએ કથિત રૂપે પોતાની બે પુત્રીઓએ કુવામા& નાખી અને ત્યારબાદ પોતે આત્મહત્યા કરી લીધી. કુવામાં ફેંકેલી આ બે પુત્રીઓમાંથી એકનુ મોત થઈ ગયુ. મરવા પાછળ સાસુ સાથે જ ઝગડો બતાવાય રહ્યો છે.  મળતી માહિતી મુજબ સાસુએ પોતાની વહુનો મોબાઈલ ફોન છીનવી લીધો હતો જેનાથી તે ખૂબ નારાજ હતી, આને જ કારણે તેણે આ પગલુ ઉઠાવ્યુ. 
 
છતરપુર સબ-ડિવિઝનલ ઓફિસર (SDOP) શશાંક જૈને સોમવારે મીડિયાને જણાવ્યું હતું કે આ ઘટના છતરપુરથી 20 કિલોમીટર દૂર સતાઇ પોલીસ સ્ટેશન વિસ્તારના પરવા ગામમાં રવિવારે સાંજે બની હતી.
 
તેમણે કહ્યું કે રાની યાદવે પોતાની બે દીકરીઓને કૂવામાં ફેંકી દીધી અને પછી પોતે કૂવામાં જ ફાંસી પર લટકીને આત્મહત્યા કરી લીધી. તેમણે કહ્યું કે આ ઘટનામાં કૂવામાં ફેંકાયીએ આ બે દીકરીઓમાંથી એક 10 વર્ષની પુત્રીનું  મોત નીપજ્યું હતું, જ્યારે કૂવાની ઇંટમાં સદનસીબે ફસાયેલી ચાર વર્ષની પુત્રી બચી ગઈ હતી. ઓફિસરે કહ્યું કે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
 
તેમણે કહ્યું કે આ ઘટના પાછળ મોબાઈલને લઈને રાની યાદવનો તેની સાસુ સાથે ઝગડો થયો હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. તેમણે કહ્યું કે સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે શનિવારે રાનીની સાસુએ તેનો મોબાઈલ છીનવી લીધો હતો. તે આ બાબતે ગુસ્સામાં હતી. આ મામલે વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.