બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શુક્રવાર, 29 માર્ચ 2024 (17:55 IST)

Bihar News - પત્ની અને 3 પુત્રીઓના કાપ્યા ગળા, પહેલા પણ એક બાળકીને ટ્રેનમાંથી ફેંકી ચુક્યો છે આરોપી પિતા

બિહારના મોતીહારી જીલ્લાના પહાડપુર પોલીસ મથકમાં એક દિલ ધ્રુજાવનારી ઘટના સામે આવી છે. ગુરૂવારે મોડી રાત્રે સનકી પતિએ ધારદાર હથિયાર વડે પત્ની અને ત્રણ પુત્રીઓની હત્યા કરી નાખી છે. એવુ બતાવાય રહ્યુ છે કે સૂતી વખતે એ ચારેયના ગળા કાપીને હત્યાને અંજામ આપવામાં આવ્યો. હત્યા પછી આરોપી પતિ ફરાર છે.  આ ઘટના પછી વિસ્તારમાં હડકંપ મચી ગયો. આસપાસ લોકોની ભીડ એકત્ર થઈ ગઈ. બીજી બાજુ સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોચી ગઈ. પોલીસ મામલાની તપાસમાં લાગે છે. 
 
જાણો શુ છે આખો મામલો 
હત્યાકાંડ એટલો બીભત્સ છે કે લોકો તેમના વિશે જાણીને ધ્રુજી ઉઠે છે. આખી ઘટના પહાડપુર પોલીસમથક ક્ષેત્રના બાવરિયા ગામની બતાવાય રહી છે. મળતી માહિતી મુજબ થોડા દિવસ પહેલા કોઈ વાતને લઈને વિવાદ થયો હતો.  એવુ બતાવાય રહ્યુ છે કે આરોપી ઈર્દુ મિયાનો કોઈ વાતને લઈને પત્ની અફરીના ખાતૂન (40) સાથે ઝગડો થયો હતો. ત્યારબાદ તેણે પત્ની અને ત્રણ પુત્રીઓને નશાની દવા આપી અને પછી બધાનુ ગળુ કાપી નાખ્યુ. ત્રણ મૃત છોકરીઓની ઓળખ અબરૂન ખાતૂન, શબરૂન ખાતૂન અને સહજાદી ખાતૂનના રૂપમાં થઈ છે. ત્રણેય બાળકીઓની વય 8 થી 15 વર્ષની વચ્ચે છે. 
 
પહેલી પત્નીની હત્યા મામલે પણ જેલ જઈ ચુક્યો છે આરોપી 
 
એવું કહેવામાં આવી રહ્યું છે કે હત્યારો મોહમ્મદ ઈડા પહેલાથી જ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતો હતો. તે પહાડપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સરૈયાનો રહેવાસી હતો જ્યાં તેણે તેની પ્રથમ પત્નીની હત્યાના આરોપમાં જેલની સજા પણ ભોગવી હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે સરૈયા ગામ છોડ્યું, બાબરિયામાં જમીન ખરીદી, ઘર બનાવ્યું અને બીજા લગ્ન કર્યા.