સોમવાર, 4 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 ડિસેમ્બર 2021 (09:57 IST)

લિવ-ઇન-પાર્ટનર સાથે લગ્ન કરવાની ના પાડી, 20 વર્ષના યુવકની હત્યા

ગુજરાતમાં કેટલાક લોકો પર 20 વર્ષના યુવકને માર મારીને હત્યા કરવાનો આરોપ લગાવવામાં છે. મળતી માહિતી મુજબ, આ યુવકે તેના લિવ-ઈન પાર્ટનર સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી, ત્યારબાદ તેને માર મારવામાં આવ્યો હતો. આ મામલો રાજ્યના વલસાડ જિલ્લાનો છે. કહેવામાં આવી રહ્યું છે કે જિલ્લાના અંતરિયાળ આદિવાસી ગામ અસલોનામાં પંચાયતની બેઠક બાદ આ ઘટના બની હતી. મૃતક યુવકની ઓળખ સંજય ભુસરા તરીકે થઈ છે. રવિવારે સંજયના મોત બાદ પોલીસે તેની હત્યાના આરોપમાં અત્યાર સુધીમાં 7 લોકોની ધરપકડ કરી છે.
 
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સંજયે જેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો તે તેની મંગેતર હતી. આ બંનેની લગભગ 3 વર્ષ પહેલા સગાઈ થઈ હતી. આ પછી બંને લગભગ 1 વર્ષ સુધી લિવ-ઈન રિલેશનશિપમાં સાથે રહ્યા હતા. સંજયે લગ્ન કરવાનો ઇનકાર કર્યા પછી છોકરીના પિતાએ ગ્રામ પંચાયતનો સંપર્ક કર્યો અને તેમને આ મામલે દરમિયાનગીરી કરવા વિનંતી કરી હતી.
 
સંજયને બેરહેમીથી માર મારવામાં આવતો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ગામના કેટલાક લોકો સંજયને માર મારી રહ્યા છે. લડાઈ દરમિયાન સંજય ખાડામાં પડી જાય છે, ત્યારબાદ પણ તેને માર મારવામાં આવે છે. જો કે આ દરમિયાન કેટલાક લોકો આરોપીઓને રોકવાનો પ્રયાસ કરે છે પરંતુ તેઓ નિષ્ફળ જાય છે.
 
હવે આ કેસમાં પોલીસે સંજયની હત્યાના આરોપમાં યુવતીના પિતા લક્ષ્મણ ગવળી, ઉત્તમ ગવળી, છગન ગવળી, રમણ ગવળી, સીતાભાઈ ગવળી, સુનીલ ગવળી અને મહદુ ગવળીની ધરપકડ કરી છે. આ મામલે સંજયના પિતા આનંદ ભુસરાએ ફરિયાદ નોંધાવી હતી.