રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 15 ડિસેમ્બર 2021 (15:18 IST)

Andhra Pradesh bus Accident- આંધ્ર પ્રદેશ: બસ નહેરમાં ખાબકી

આંધ્રપ્રદેશમાં એસટી નિગમની એક બસ 47 મુસાફરોને લઈને ઉપડેલી બસ ગોદાવરી જીલ્લાની એક નહેરમા ખાબકી છે. જેમાં 5 મહિલાઓ સહિત 9 લોકોના દર્દનાક મોત થયા. ઘણા લોકોને ગંભીર ઈજા થઈ છે. 
 
માહિતી પ્રમાણે એસટી બસ જ્યારે વોકળ પુલ પર આવી ત્યારે બસ ડ્રાઈવર કંટ્રોલ ગુમાવ્યો આ રીતે બસ બેકાબુ બની નદીમાં ખાબકી હતી. એવુ જણાવ્યું કે એસટી નિગમની બસ જ્યારે વોકળા પરના પુલ પર આવી ત્યારે બરાબર તે સમયે જ સામેની દિશાએ એક ટ્રક લોરી આવી હતી અને વોકળા પરનો પુલ ખૂબ સાંકળો હોવાથી બસ બેકાબુ થઈ હતી અને વોકળામાં ખાબકી હતી, જે સમયે બસ ખાબકી તે સમયે વોકળામાં ઘણુ પાણી વહી રહ્યું હતું કેટલાક લોકો ડૂબ્યા હોવાની પણ આશંકા છે