ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: બુધવાર, 12 ફેબ્રુઆરી 2025 (13:30 IST)

રેપ આરોપીને પેરોલ મળતા જ સગીર સાથે દુષ્કર્મ, કોર્ટે બીજીવાર સંભળાવી ઉમરકેદની સજા

Sexual Assault Case: અમદાવાદની સીબીઆઈ કોર્ટે એક ટીચરને બીજીવાર ઉંમરકેદની સજા સંભળાવી છે. શિક્ષક બે સગીર સાથે દુષ્કર્મના આરોપમાં પહેલાથી જ સજા કાપી રહ્યો હતો.  પર પેરોલ પર બહાર આવ્યા પછી તેણે એક વિદ્યાર્થીનીને લગ્નની લાલચ આપીને તેને ફોસલાવીને ભગાડીને લઈ ગયો. તેની સાથે દુષ્કર્મ કરી તેને પ્રેગ્નેંટ કરી. આરોપીનુ નામ ઘવલ ત્રિવેદી છે. 
 
રિપોર્ટ મુજબ સીબીઆઈ કોર્ટે નિર્ણય સંભળાવતા કહ્યુ તેણે દગાબાજીને હથિયાર બનાવ્યુ અને ખોટુ બોલીને માસુમ સાથે પ્રેમનુ નાટક કર્યુ. તેણે શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધો લજવ્યા છે. જજે કહ્યુ કે તેણે પ્રેમનો દેખાવ કર્યો અને પોતાનો અસલી ચેહરો છિપાવી લીધો.  તેણે એક અપરાધ એવી જ રીતે કર્યો જેવો એક શિકારી શિકાર ફસાવવા માટે કરે છે.