શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: સોમવાર, 2 સપ્ટેમ્બર 2024 (12:38 IST)

કન્નોજ રેપ કેસ - નવાબ સિંહ યાદવનો DNA સૈપલ થયો મેચ, સગીરે લગાવ્યો હતો રેપનો આરોપ

ઉત્તર પ્રદેશના કન્નોજમાં વીતેલા દિવસો દરમિયાન સગીર બાળકી સાથે રેપનો મામલો સામે આવ્યો હતો. રેપનો આરોપ સપા નેતા નવાબ સિંહ યાદવ પર લાગ્યો હતો. હવે આ કેસમાં મોટા અપડેટ આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દુષ્કર્મ મામલે નવાબ સિંહ યાદવનો ડીએનએ રિપોર્ટ પોલીસ પાસે આવ્યો છે. યૂપી પોલીસ મુજબ નવાબ સિંહ યાદવનો ડીએનએ ટેસ્ટ મેચ થઈ ગયો છે. 

 
પોલીસે શુ જણાવ્યુ ?
કન્નોજના સદર કોતવાલી ક્ષેત્રમાં સગીર બાળકી સાથે રેપ મામલે પોલીસ પાસે ડીએનએ તપાસની રિપોર્ટ સામે આવી છે. પોલીસ અધિક્ષક અમિત કુમાર આનંદે આ વિશે પુરી માહિતી આપી છે. એસપીએ જણાવ્યુ કે ડીએનએ સૈમ્પલ મેચ થઈ ગયો છે. સૈપલ મેચ થયા પછી આરોપી નવાબ સિંહ યાદવની મુશ્કેલીઓ વધવાની છે. 

કન્નૌજમાં નવાબ સિંહ યાદવ સામે 15 કેસ
સૂત્રો તરફથી જણાવ્યા મુજબ કન્નૌજમાં નવાબ સિંહ યાદવની ઈમેજ એક ગુંડાની છે. સમગ્ર વિસ્તારમાં તેમનો દબદબો છે. કન્નૌજમાં જ નવાબ સિંહ યાદવ પર 15 કેસ ચાલી રહ્યા છે. તેની સામે ગુંડા એક્ટ હેઠળ ત્રણ કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત મારપીટ, ધાકધમકી, સરકારી કામમાં અવરોધ, અપહરણનો પ્રયાસ વગેરે જેવા અનેક કેસ ચાલી રહ્યા છે.
 
અડંગાપુર ગામના લોકો જણાવે છે કે પચીસ વર્ષ પહેલા નવાબ સિંહનો પરિવાર ખૂબ જ ગરીબ હતો. પરંતુ છેલ્લા 20 વર્ષમાં જ્યારથી નવાબ સિંહ યાદવ સમાજવાદી પાર્ટીમાં સક્રિય થયા ત્યારથી અખિલેશ યાદવની નજીક આવ્યા, ત્યાર બાદ તેમણે કરોડો રૂપિયાનું સામ્રાજ્ય ઉભું કર્યું.