શનિવાર, 9 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , બુધવાર, 14 ઑગસ્ટ 2024 (16:35 IST)

અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં 15 ઓગસ્ટે બોમ્બ બ્લાસ્ટ કરવાનો કોલ આવ્યો,

police station
શહેર પોલીસ કંટ્રોલ રૂમને બપોરના સમયે ધમકી ભર્યો કોલ આવ્યો હતો. આ કોલમાં ધમકી આપવામાં આવી હતી કે, આવતીકાલે 15 ઓગસ્ટે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે. આ કોલ મળ્યા બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે. પોલીસે જે નંબર પરથી ફોન આવ્યો હતો તે નંબરની તપાસ હાથ ધરી છે. સુત્રો એવું કહે છે કે,કોલ કરનારનું એડ્રેસ પોલીસને હાથ લાગી ગયું છે. હવે કોલ કરનારની તપાસ હાથ ધરાઈ છે. 
 
કોલ કરનાર શખ્સનું એડ્રેસ મળી ગયું છે
આવતીકાલે સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હોવાથી પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. બીજી તરફ આ પ્રકારના કોલ મળતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ કોલ કરનારની તપાસમાં લાગી ગઈ છે. ઉચ્ચ અધિકારીઓ પણ કોલ કરનારની તપાસમાં લાગી ગયા હતાં. પોલીસ સુત્રો એવું જણાવી રહ્યાં છે કે, કોલ કરનાર શખ્સનું એડ્રેસ મળી ગયું છે અને ટુંક સમયમાં જ તેને પકડી પાડવામાં આવશે. 
 
ટેકનિકલ એનાલિટિક્સની મદદ લેવામાં આવી 
અમદાવાદ પોલીસ કંટ્રોલને કોલ કરનારની ઓળખ થઈ ગઇ છે. ક્રાઇમ બ્રાંચની એક ટીમ કોલ કરનાર વ્યક્તિને પકડવા માટે રવાના થઇ હતી. ક્રાઇમ બ્રાંચ દ્વારા આ મામલામાં ટેકનિકલ એનાલિટિક્સની મદદ લેવામાં આવી છે.ટેકનિકલ એનાલિટિક્સની મદદથી જ કોલ કરનારની ઓળખ થઇ ગઇ છે.પોલીસે આરોપીને પકડી લેવા અને તેણે આ કરતુત કેમ કરી તે જાણવા તજવીજ શરુ કરી છે.
 
ક્રાઈમ બ્રાંચ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવશે
બીજી તરફ પોલીસ સુત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે, શહેરના સરદારનગર વિસ્તારમાંથી એક અસ્થિર મગજના શખ્સે પોલીસ કંટ્રોલ રૂમમાં આ ફોન કર્યો હતો. આ યુવકે મજાક મજાકમાં આ કોલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હવે ક્રાઈમ બ્રાંચ સરદારનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવશે.