બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમરેલી , બુધવાર, 14 ઑગસ્ટ 2024 (13:42 IST)

ભૂખ્યા સિંહોની ત્રાડનો નાનકડા શ્વાનોએ સામનો કર્યો, શિકાર નહીં મળતાં સાવજે મેદાન છોડ્યું

lion vs dog
lion vs dog
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શિકારની શોધમાં નીકળેલા સિંહોની લટાર જોવા મળી રહી છે. ત્યારે સાવરકુંડલાના થોરડી ગામ નજીક સાવજ અને શ્વાન વચ્ચેની લડાઈ સીસીટીવીમાં કેદ થઈ હતી. ભૂખ્યા સિંહો અને શ્વાન વચ્ચે જોરદાર લડાઈ જામી હતી. વચ્ચે ગેટ હોવાથી સાવજો શ્વાનનો શિકાર કરી શક્યા ન હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 
 
ગેટ બંધ હોવાથી સિંહો શ્વાનનો શિકાર કરી શક્યા ન હતા 
અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકાના થોરડી ગામ નજીક આવેલા ગૌશાળાના ગેટ નજીક બે સિંહો શિકારની શોધમાં આવી ચડ્યા હતા. વચ્ચે ગેટ હોવાને કારણે સિંહો ગૌશાળામાં પ્રવેશી શક્યા ન હતા. ગેટની અંદર બે શ્વાન હતા. તે દરમિયાન ગેટ પાસે જ સિંહ અને શ્વાસ સામસામે આવી ગયા હતા. સિંહોએ ત્રાડ પાડી છતાં શ્વાન ડરવાના બદલે હિંમતભેર સાવજોનો સામનો કર્યો હતો. એક તરફ બન્ને સિંહો ત્રાડ પાડી રહ્યા હતા તો બીજી બાજુ બે શ્વાન પણ હિંમતભેર મુકાબલો કરી રહ્યા હતા. ગેટ બંધ હોવાથી સિંહો શ્વાનનો શિકાર કરી શક્યા ન હતા અને ચાલ્યા ગયા હતા.
 
લડાઈ દરમિયાન ગેટ તો ખુલી ગયો હતો પણ સિંહનું ધ્યાન નહોતુ
સિંહ સામે હિંમત કરી બાથ ભીડવાની કોશિશ કર્યાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. સિંહોએ આક્રમણ રીતે બચકું ભરીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. શ્વાનને દબોચવા માટે કોશિશ કરી હતી પરંતુ વચ્ચે ગેટ હોવાને કારણે શ્વાન બચી ગયા હતા. ચોકીદાર આવી જતા સિંહો ત્યાથી ચાલ્યા ગયા હતા.આ બન્નેની લડાઈ દરમિયાન ગેટ તો ખુલી ગયો હતો, પરંતુ સિંહનું ધ્યાન ખુલી ગયેલા ગેટ તરફ ગયું ન હતું. જેથી સિંહો શિકારને છોડીને ત્યાથી ચાલ્યા હતા અને શ્વાનનો જીવ બચી ગયો હતો.