હાય રે કળયુગ... ચોખા માટે પુત્રએ કરી માતાની હત્યા, એ હથિયારથી પોતાનુ પણ ગળુ કાપ્યુ, હોસ્પિટલમાં દાખલ
ઓડિશાના મયૂરભંજ જીલ્લામાં એક હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. અહી બારિપદા સદર પોલીસ સ્ટેશન ક્ષેત્રના સરતચંદ્રપુર ગામમાં ભાતની વહેંચણીને લઈને એક મહિલાની હત્યા કરવામાં આવી. મહિલાની હત્યા તેના જ પુત્રએ કરી છે. આ વિવાદ રાશન કાર્ડ દ્વારા મળનારા ચોખાની વહેંચણીને લઈને થયો હતો. મૃતક મહિલાનુ નામ રાયબરી સિંહ હતુ. જેની તેના જ પુત્ર રોહિતાસ સિંહે ધારદાર હથિયારથી હુમલો કરી હત્યા કરી નાખી. આ હુમલામાં રાયબરીનુ ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયુ. આરોપીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે
પહેલા જ હતો પારિવારિક વિવાદ
મળતી માહિતી મુજબ રોહિતાસ અને તેના ભાઈ લક્ષ્મીકાંત સિંહ વચ્ચે પહેલાથી જ પારિવારિક તનાવ હતો. આ વિવાદ એ સમયે વધી ગયો જ્યારે રોહિતાસ અને તેની મા વચ્ચે રાશન કાર્ડ દ્વારા મળનારા ચોખાની વહેંચણીને લઈને બોલચાલ થઈ. આ દરમિયાન રોહિતાસે માતાની ધારદાર હથિયાર વડે હુમલો કરીને હત્યા કરી નાખી. બીજી બાજુ માતાની હત્યા કર્યા બાદ રોહિતાસે એ જ હથિયારનો ઉપયોગ કરીને ખુદનુ ગળુ કાપીને આત્મહત્યા કરવાની કોશિશ કરી. ઘટના સમયે લક્ષ્મીકાંત ઘરે હાજર નહોતો. એ મજૂરીના કામ માટે બહાર ગયો હતો. પરત ફર્યા પછી તેને ઘટના વિશે જાણ થઈ. જ્યારબાદ તેણે તરત જ પોલીસને માહિતી આપી.
માતાની હત્યા પછી આત્મહત્યાનો પ્રયાસ
બીજી બાજુ મયૂરભંજના અતિરિક્ત પોલીસ અધીક્ષક દીપક કુમાર ગોચ્છાયતે જણાવ્યુ, "સરતચંદ્રપુર ગામમાં રાયબરી સિંહની હત્યા તેમના પુત્ર રોહિતાસ સિંહે ચોખાની વહેંચણીને લઈને કરી. હત્યા પછી રોહિતાસે ધારદાર હથિયારથી પોતાની ગરદન કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. જેનાથી તે ગંભીર રૂપે ઘાયલ થઈ ગયો. હાલ તેની સારવાર બારિપદાની સરકારી હોસ્પિટલમાં ચાલી રહી છે. આ મામલે બારિ પદા સદર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપી વિરુદ્ધ બીએનએસની ધારા 103(1) હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પરંતુ ગંભીર હાલતમાં હોવાને કારણે તે બારિપદાની સરકારી હોસ્પિટલમાં પોલીસની નજર હેઠળ સારવાર કરાવી રહ્યો છે.