ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: ગુરુવાર, 25 એપ્રિલ 2024 (12:25 IST)

દહેજ ન મળતા વહુની હત્યા કરી દફનાવી, પોલીસે જેસીબીથી ખોદીને કાઢ્યો મૃતદેહ

murder
બિહારની રાજધાની પટનામાં દહેજ માટ સાસરિયાઓએ પોતાની વહુની હત્યા કરી નાખી. એટલુ જ નહી હત્યા બાદ તેની લાશને જમીનમાં ડાંટી દીધી. ઉલ્લેખનીય છે કે પટનાના બિહટાના શ્રીરામપુર નિવાસી રમેશ રાયની પુત્રી સોની કુમારીના લગ્ન બે વર્ષ પહેલા પૂર્વ બિહટા ગામનાજ  રહેનારા ધીરજ કુમાર  સાથે થયા હતા. સોનીના પરિવારના લોકોનો આરોપ છે કે  લગ્ન પછીથી જ સાસરિયાઓએ મારપીટ કરતા હતા. સોની કુમારીની માતાનો આરોપ છે કે સોનાના પતિ ધીરજ કુમાર અને સોનીના સાસુ-સસરાએ લગ્ન પછી જ 10 લાખ રૂપિયા રોકડા અને એક કટકો જમીન માંગી હતી. 
 
ભૂખી-તરસી રાખીને મારપીટ કરતા હતા 
સોનીની માતાએ જણાવ્યુ કે પૈસા અને જમીન ન આપવાને કારણે સોની કુમારીને સાસરિયાઓ અવારનવાર પ્રતાડિત કરતા હતા. આ દરમિયાન અનેક દિવસો સુધી તેને ભૂખી-તરસી મુકીને તેની સાથે મારપીટ કરતા હતા. અનેકવાર સોની કુમારીએ આની ફરિયાદ પોતાના પરિવારના લોકોને કરી.  ફરિયાદ મળ્યા પછી આ મામલાને લઈને સોનીના પરિવારવાળા અને તેના સાસરિયા વચ્ચે અનેકવાર પંચાયત પણ થઈ.  આ દરમિયાન 23 એપ્રિલના રોજ સોનીના પરિજનોને માહિતી મળી કે સોનીની હત્યા પછી તેનો મૃતદેહ બાલૂ ઘાટમાં સંતાડી દેવામાં આવ્યો છે. 
 
પોલીસે બાલૂ ઘાટ પરથી લાશ જપ્ત કરી 
ત્યારબાદ સોનીના પરિજનોએ બિહટા પોલીસ મથકમાં તેની હત્યાનો મામલો નોંઘાવ્યો. સૂચના મળ્યા પછી પોલીસે મામલાની તપાસ શરૂ કરતા 24 એપ્રિલના રોજ સોની કુમારીનો મૃતદેહ બાલૂ ઘાટ પરથી જપ્ત કર્યો. ઘટનાના સંબંધમાં  દાનાપુર અનુમંડળ પોલીસ પદાધિકરીએ કહ્યુ કે જેસીબી મશીનથી મૃતકાનો મૃતદેહ બાલૂમાં દફનાવી દીધો હતો.  માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોચી.  હવે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ સાસરિયાના લોકો ઘર છોડીને ફરાર છે.